વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે સ્તેફનાસ અને એના પરિવારને ઓળખો છો કે, તેઓ અખાયા વિસ્તારના પેલા લોકો હતા જેણે મસીહ ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરનાં પવિત્ર લોકોની સેવા હાટુ લાગેલા રયો.
કેમ કે આપણે પરમેશ્વરને ઓળખીએ છયી કે, જેણે પરભુ ઈસુને મરેલામાંથી પાછા જીવતા કરયા, તેઓ આપણને પણ ઈસુના ભાગીદાર હમજીને પાછા જીવતા કરશે, અને પોતાની હામે ઉભા થાવા હાટુ અમને તમારી હારે જ્યાં પરમેશ્વર છે ન્યા લીયાયશે.
આપડે આશા હતી એનાથી વધારે તેઓને દીધું, પણ તેઓએ પેલા તો પોતાની જાતને પરભુને હોપી દીધી, અને પછી પરમેશ્વર જેવું ઈચ્છે છે એવું કરવા હાટુ તેઓએ આપણને હોપી દીધા.
જો તુ વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વારંવાર યાદ કરાવતો રેય, તો તું ઈસુ મસીહનો હારો સેવક બનય, અને તઈ તું સંદેશ અને હારા શિક્ષણથી મજબુત કરવામાં આવય, જે વચનનું તે હાસી રીતે પાલન કરયુ છે.
પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.