તેઓએ કીધું કે, “હો સિપાયના અધિકારી કર્નેલ્યસે અમને મોકલ્યા છે જે ન્યાયી અને પરમેશ્વરની બીક રાખનારો અને બધીય યહુદી જાતિ એને બોવ માન આપે છે, એને એક પવિત્ર સ્વર્ગદુતથી આજ્ઞા મળી છે કે, તને પોતાના ઘરે બોલાવીને પરમેશ્વરનું વચન હાંભળે.”
પણ જે રૂપીયાવાળા થાવા માગે છે, તેઓ એવી પરીક્ષા અને ફાસામાં અને ઘણીય બધીય નકામી અને નુકશાન કરનારી લાલસમાં ફસાય જાય છે, અને આ બધીય વાતો એને બરબાદ અને નાશ કરી નાખે છે.
અને પોતાની જાત ઉપર કાબુ રાખનારી, પોતાના ધણીને પ્રત્યે વિશ્વાસુ, ઘરબાર હંભાળનારી, બીજાની પ્રત્યે દયાળુ હોય, અને પોતાના ધણીઓની વાતોને માનનારી હોય, જેથી કોય પણ પરમેશ્વરનાં વચન વિષે નિંદા કરે નય.
તારા શિક્ષણમાં સદાય હાસાય હોવી જોયી; જેથી કોય એને ખરાબ નો કય હકે; જેથી તારા વેરીઓ શરમાય જાય કેમ કે, કાય પણ એવુ ખરાબ નો થાય; જેથી ઈ આપડી વિરુધમાં કાય કય હકે નય.
મંડળીમાં દરેક માણસ કેય છે કે, દેમેત્રીયસ એક હારો માણસ છે કેમ કે, ઈ હાસી રીતે જીવે છે, અને અમે પણ કેયી છયી કે, ઈ હારો માણસ છે અને તુ જાણશો કે, અમારી સાક્ષી હાસી છે.