મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી હારે વાત નય કરી હકુ; જેમ આત્મિક લોકોથી પણ જેમ તે લોકો વડે વાત કરું જેની પાહે પરમેશ્વરની આત્મા છે. પણ મને તમારીથી ઈ લોકોની હારે વાત કરવી પડે છે, જે ખરેખર આ જગતથી સબંધ રાખે છે, એવા લોકો જે મસીહ શિક્ષણોમાં અને તમારી હમજણમાં બાળકોની જેમ છે.
ઈ હાટુ જેથી પરમેશ્વરે મને ઉતમ વાતો દેખાડી છે એની ઉપર હું અભિમાની નો બની જાવું, ઈ હાટુ મારા દેહમાં દુખાવો દેવામાં આવ્યો છે, શેતાનનો એક દૂત મને મારે અને અભિમાન કરવાથી મને છેટા રાખે.
તો ઈ અભિમાની છે, અને ઈ કાય નથી હમજતો. તેઓ શબ્દોના અરથ વિષે બીજા લોકોની હારે વાદ-વિવાદ, કરવાની ઈચ્છા રાખે છે; જેના લીધે ઈર્ષા, બાધણા, નિંદા, અને ખોટી શંકાઓ થાય છે,
જેમ નવું જનમેલુ બાળક પોતાની હાટુ માનું શુદ્ધ દૂધ પીવે છે, એમ જ તમારે પરમેશ્વરથી હાસી વાતુ શીખવા હાટુ ઈચ્છા રાખવી જોયી, જેથી એને શીખીને તમે એની ઉપર ભરોસો કરનારા હમજણા બની હકો છો, તમારે આવું ઈ વખત હુધી કરવુ જોહે જ્યાં હુધી પરમેશ્વર તમને જગતની બધીય ભુંડાયથી પુરી રીતે બસાવ કરતાં નથી.
હવે હું તમને જુવાનને એમ કેય કે, તમારે સભામાં ગવઢા વડવા માણસોની વાતનું પાલન કરવુ જોયી. તમારે બધાય વિશ્વાસીઓને એક-બીજાની પ્રત્યે નમ્રતાથી કામ કરવુ જોયી, કેમ કે, આ હાસુ છે કે, “પરમેશ્વર અભિમાની માણસનો વિરોધ કરે છે, પણ ઈ એની હારે કૃપા કરે છે જે નમ્ર છે.”
યાદ કરો કે, પરભુએ ઈ દુતોને કેવી રીતે સજા આપી, જેઓએ પોતાની જવાબદારીઓને નિભાવી નય અને પોતાના મળેલા સ્થાનોને છોડી દીધા. પરભુએ ઈ દુતોને અનંતકાળની અંધારી જગ્યામાં રાખ્યા છે અને એવી બેડીયુથી બાંધ્યા છે, જેને કોય તોડી હકતા નથી, જેથી મહાન દિવસે એનો ન્યાય થય હકે.