પણ જો મને આવવામાં વાર લાગે તો તું જાણી લે કે, પરમેશ્વરના ઘરમાં કેવું વરતન રાખવું જોયી, પરમેશ્વરનુ ઘર તો જીવતા પરમેશ્વરની મંડળી છે ઈ તો હાસનો સ્થંભ અને આધાર છે.
એક બીજી વાત કે, મારી હાટુ પોતાના ઘરમાં રેવાની વ્યવસ્થા કર કેમ કે, મને આશા છે કે, પરમેશ્વર તમારી પ્રાર્થનાઓનો જવાબ આપશે અને મને આવીને તને ફરીથી જોવા દેહે.
અને ઘણીય બધી વાતો છે જે હું તમને બતાવવા માગું છું, પણ હું એને આ રીતે એક પત્રમાં લખવા નથી માગતો. પણ મારી આશા છે કે, હું તમારી પાહે આવુ, અને મોઢામોઢ વાત કરું અને ફરીથી આપડે એક હારે બોવ રાજી થાયી.