Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથીને પત્ર 3:13 - કોલી નવો કરાર

13 કેમ કે, જેઓ હારી રીતે સેવા કરતા હોય, તેઓ લોકોમા માન પામે છે; અને તેઓ મસીહ ઈસુ ઉપરના વિશ્વાસ વિષે ખાતરીથી બોલી હકે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથીને પત્ર 3:13
17 Iomraidhean Croise  

જેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો છું.”


તઈ એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”


એણે એને કીધુ કે, “શાબાશ મારા હારા ચાકર, તુ થોડાકમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હવે તુ દસ શહેરોનો અધિકારી થાય.”


જઈ ઈ પગથીયા ઉપર પૂગ્યો, તો એવુ થયુ કે દબાયને મરેલા સિપાયોને ઉપાડીને લય જાવા પડયા.


તઈ લોકો જે મોટી સભામાં બેઠા હતાં, એને એક નજરથી જોય રયા હતાં, તો એનુ મોઢું એકદમ સ્વર્ગદુતની જેમ સમકતું હતું.


આ વાતુ આખી મંડળીને હારી લાગી, અને એમાંથી સ્તેફન નામનો એક માણસ; જે વિશ્વાસ અને પવિત્ર આત્માથી ભરપૂર હતો, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને અંત્યોખ શહેરના નિકોલસને જેણે યહુદી ધરમ અપનાવી લીધો હતો, તેઓએ આ લોકોને ગમાંડ્યા.


સ્તેફન કૃપા અને સામર્થથી ભરપૂર થયને લોકોને મોટા-મોટા અદભુત કામો અને સમત્કાર દેખાડયા કરતો હતો.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે સ્તેફનાસ અને એના પરિવારને ઓળખો છો કે, તેઓ અખાયા વિસ્તારના પેલા લોકો હતા જેણે મસીહ ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરનાં પવિત્ર લોકોની સેવા હાટુ લાગેલા રયો.


અને પરભુમાં જે ભાઈઓ અને બહેનો છે, તેઓમાંથી ઘણાય બધાય મારા જેલખાનામાં હોવાને કારણે એટલા હિમંતવાન થય ગયા છે કે, કોય પણ બીક રાખ્યા વગર પરમેશ્વરનું વચન પરચાર કરે છે.


અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.


હું તારી પાહે જલ્દી આવવાની આશા રાખુ છું, તો પણ આ બધીય વાતો તને ઈ હાટુ લખું છું,


ઈ હાટુ હે મારા દીકરા તિમોથી, જે કૃપા ઈસુ મસીહે તારી ઉપર કરી છે એમા વધતો જા.


કેમ કે પરમેશ્વર તમારા કામ અને એના પોતાના નામ પ્રત્યે; તમે જે પ્રેમ બતાવ્યો છે, લોકોની જે સેવા કરી છે અને હજી કરો છો એને ભુલી જાય એવા અન્યાયી નથી.


Lean sinn:

Sanasan


Sanasan