પણ એમા આ વાતો જરૂરી છે કે, આગેવાન દોસ વગરનો, અને એક જ બાયડીનો ધણી, પોતાનુ મન કાબુમાં રાખનારો, હમજદાર, લોકોમા માનનીય, મહેમાનોને આવકાર કરનારો, અને પરમેશ્વરના વચનને શીખવવામાં પરીપક્વ હોવો જોયી.
જેઓના માલિક વિશ્વાસી છે, તેઓ ભાઈ હોવાના લીધે આદર આપે. અને હારી રીતે સેવા કરે કેમ કે, જે લોકો એની સેવાનો લાભ લેય છે, તેઓ વિશ્વાસી જ છે જેનાથી તેઓ પ્રેમ રાખે છે. આ વાતોનો પરચાર કરયા કર અને હંમજાવતો રે.
પણ તુ બધીય વાતોમાં પોતાની ઉપર કાબુ રાખ, અને ધીરજથી દુખ સહન કર, હારા હમાસારનો પરચાર કરવા હાટુ કઠણ મેનત કર, અને પરમેશ્વરનાં સેવકની જેમ ઈ બધાય કામો કર જે તને એણે હોપા છે.
જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.