પણ પરમેશ્વરે હવે પોતાના દીકરા મસીહને માણસ બનાવીને અને એના વધસ્થંભ ઉપર મરણ દ્વારા તમારો પણ મેળ કરી લીધો જેથી તમને પોતાની હામે પવિત્ર અને દોષ વગરના અને ભૂલ વગરના બનાવીને હાજર કરે.
પણ એમા આ વાતો જરૂરી છે કે, આગેવાન દોસ વગરનો, અને એક જ બાયડીનો ધણી, પોતાનુ મન કાબુમાં રાખનારો, હમજદાર, લોકોમા માનનીય, મહેમાનોને આવકાર કરનારો, અને પરમેશ્વરના વચનને શીખવવામાં પરીપક્વ હોવો જોયી.
હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.