Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથીને પત્ર 2:8 - કોલી નવો કરાર

8 હું ઈચ્છું છું કે, બધીય પ્રાર્થના સભાઓમાં માણસ, પરમેશ્વરને સમર્પિત હાથોને ઉપર ઉસા કરીને અને ગુસ્સો અને વિવાદ કરયા વગર પ્રાર્થના કરે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથીને પત્ર 2:8
48 Iomraidhean Croise  

ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “હું તમને હાસુ કવ છું કે, જો તમે વિશ્વાસ રાખો, અને શંકા નો કરો; તો નય ખાલી આવું કરશો, જે આ અંજીર ઝાડને કરેલું છે; પણ જો આ ડુંઘરાને કેહો કે, ઉખડી જા, અને દરીયામાં જયને પડ, તો એમ થય જાહે.


પણ હું તમને આ કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખવો અને જેઓ તમને હેરાન કરે છે, તેઓની હાટુ પ્રાર્થના કરો.


જેમ અમે બીજાઓના ગુનાઓ માફ કરયા છે, એમ જ તમે અમારા ગુનાઓ માફ કરો.


ઈસુએ કીધું કે, “હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરી રયા છે ઈ તેઓ જાણતા નથી.” અને અંદરો અંદર છીઠ્ઠીઓ નાખીને, એના લુગડા તેઓએ વેસી લીધા.


પછી ઈસુ ચેલાઓને શહેર બારે બેથાનિયા નજીક બારે લય ગયો, અને પોતાના હાથ ઊંસા કરીને તેઓને આશીર્વાદ આપ્યા;


ઈસુએ એને કીધું કે, “હે બાય, મારી ઉપર વિશ્વાસ કર કે, ઈ વખત આવે છે કે, જઈ તમે આ ડુંઘરા ઉપર અને યરુશાલેમમાં પરમેશ્વર બાપનું ભજન નય કરી હકો.


ઈ અને એનો આખો પરિવાર પરમેશ્વરની ભગતી કરતાં હતાં અને પરમેશ્વરથી બીયને હાલતા હતાં, અને ઈ ગરીબ યહુદીઓને બોવ દાન દેતો હતો, અને સદાય પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો.


અને કેવા મંડયો કે, “હે કર્નેલ્યસ. તારી પ્રાર્થના હાંભળી લેવામાં આવી છે. અને તારું દાન પરમેશ્વરની પાહે પુગ્યું છે.


તઈ એણે સ્વર્ગદુતને જોયને બીયને કીધું કે, “સાહેબ શું છે?” સ્વર્ગદૂતે એને કીધું કે, “તારી પ્રાર્થના અને તારું દાન પરમેશ્વરની આગળ યાદગીરી હાટુ પુગ્યું છે.


હાત દિવસ પછી જઈ ન્યાંથી અમારે જાવાનો વખત આવ્યો, તો અમે ન્યાંથી વયા ગયા, બધાય વિશ્વાસી લોકો પરિવાર હારે અમને શહેરની બારે હુધી પુગાડી દીધા, અને અમે દરીયા કાઠે ગોઠણીયા ટેકવીને પ્રાર્થના કરી.


પછી ઘુટણે પડીને જોરથી રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, મને આ પાપ હાટુ માફ કરી દે.” એમ કયને ઈ મરી ગયો.


હું કરિંથી શહેરમાં પરમેશ્વરની મંડળીને અને તમને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાના લોકોની જેમ તમને મસીહ ઈસુની હારે એક મંડળી કરીને પોતાના પવિત્ર લોકોની હાટુ બોલાવ્યો છે કેમ કે એણે બીજા બધાયને ગમાડયા છે જે આપડા પરભુ ઈસુ મસીહની દરેક જગ્યાએ સેવા કરે છે.


હું તો ઈચ્છું છું કે, બધાય માણસો મારી જેવા લગન કરયા વગરના રેય, પણ પરમેશ્વર કેટલાક લોકોને લગન કરવાનું વરદાન આપે છે અને બીજા લોકોને લગન કરયા વગર રેવાનું વરદાન આપે છે.


પણ પરમેશ્વર જે મસીહમાં સદાય આપણને વિજયી કરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ બધાયમાં ફેલાવે છે એનો મહિમા થાય.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે ઈ જાણી લ્યો કે, મને પડેલાં દુખો હારા હમાસારને રોકવાને બદલે એનો પરચાર કરવામા મદદરૂપ થયા છે.


કેમ કે, તમારી ન્યાંથી ખાલી મકદોનિયા અને અખાયા પરદેશોમા પરભુ ઈસુ મસીહના વચનો હંભળાવવામાં નથી આવ્યા, પણ તમારા વિશ્વાસની વિષે જે પરમેશ્વર ઉપર છે, દરેક જગ્યાએ એવી વાત ફેલાય ગય છે કે, અમને તમારા વિશ્વાસના વિષે કાય બતાવવાની જરૂરી નથી.


ઈ હાટુ હું આ સલાહ આપું છું કે, જુવાન રંડાયેલ બાયુઓ લગન કરે અને દીકરા પેદા કરે અને પોતાનુ ઘરબાર હંભાળે અને કોય વેરીને બદનામ કરવા હાટુ મોકો નો આપે.


આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.


મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી.


પરમેશ્વરની પાહે આવો, તો ઈ પણ તમારી પાહે આયશે, હે પાપીઓ, પોતાના જીવનમાંથી પાપને આઘો કરો અને હે બે શિલામાં પગ રાખનારા લોકો, તમારા હ્રદયને પવિત્ર કરો.


એમ જ તમે ધણીઓ, પોતાની બાયડીઓ હારે હળી મળીને રયો અને એની મદદ કરવાના વિષે વિસાર કરો. તમારે યાદ રાખવું જોયી કે, ઈ તમારાથી નબળી છે. એટલે તમારે એને માન આપવું જોયી કેમ કે, તમે બેય એના વરદાનના ભાગીદાર છો, જે પરમેશ્વરે કૃપાથી તમને દીધુ છે. એટલે અનંત જીવનનું વરદાન, એવુ કરો જેથી જઈ તમે પરમેશ્વરને પ્રાર્થના કરો તો ઈ તમારુ હાંભળે.


Lean sinn:

Sanasan


Sanasan