Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથીને પત્ર 2:7 - કોલી નવો કરાર

7 અને આ કારણથી પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવા, અને એક ગમાડેલો ચેલો અને બિનયહુદી લોકોને વિશ્વાસ અને હાસાયને વિષે શીખવાડવા હાટુ ગમાડયો છે, હું હાસુ જ કવ છું કાય ખોટુ બોલતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથીને પત્ર 2:7
27 Iomraidhean Croise  

તઈ યહુદી લોકોના આગેવાનો જેઓ એના વેરીઓ હતાં તેઓ અંદરો અંદર કેવા લાગ્યા કે, આ માણસ ક્યા જાહે ઈ આપણને જડશે જ નય? શું ઈ જ્યાં બિનયહુદી લોકો આખા જગતમાં ફેલાય ગયેલા છે તેઓની પાહે જયને ઈ લોકોને આ નવું શિક્ષણ આપશે?


તેઓએ અંત્યોખ શહેરમાં આવીને મંડળીના લોકોને ભેગા કરયા અને પરમેશ્વરે તેઓની હાટુ કરેલા કામો અને બિનયહુદી લોકો વિશ્વાસ કરે ઈ હાટુ એમણે કેવી રીતે મારગ ખોલ્યો ઈ બધુય તેઓને હંભળાવ્યું.


અને પરભુએ મને કીધું કે, “વયો જા, કેમ કે હું તને બીજી જાતિના લોકોની પાહે આઘો-આઘો મોકલય.”


પેલા દમસ્કસ શહેરના, પાછો યરુશાલેમ શહેરના અને એના પછી યહુદીયા પરદેશના બધાય જગ્યાઓમાં રેનારા લોકોમા અને બિનયહુદી લોકોમા પરચાર કરયો કે, પસ્તાવો કરો અને પાપ કરવાનું બંધ કરીને પરમેશ્વર બાજુ વળો અને એવુ જીવન જીવીને સાબિત કરો કે તમે ખરાબ કામો કરવાનું મુકી દીધુ છે.


પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.


પરમેશ્વર, જેની સેવા હું પોતાના પુરા હૃદયથી એના દીકરાના વિષે માણસોને હારા હમાસારનો પરચાર કરું છું, ઈજ મારી સાક્ષી છે કે, હું પોતાની પ્રાર્થનાઓમાં તમને લોકોને સદાય યાદ કરું છું


પણ જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો નથી, એને તેઓ કેવી રીતે વિનવણી કરી હકે? વળી જેની વિષે તેઓએ હાંભળ્યું નથી, એની ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી હકે? વળી પરચારક વગર તેઓ કેવી રીતે હાંભળી હકે?


પણ હવે હું તમને બિનયહુદીઓને આ વાતો કવ છું જઈ હું બિનયહુદીઓ હાટુ ગમાડેલો ચેલો છું, તો હું પોતાની સેવા મહત્વની માંનું છું


મસીહ ઈસુના ચાકર તરીકે મને બિનયહુદીઓ વસ્સે કામ કરવાનો અધિકાર મળ્યો છે. પરમેશ્વરનો સંદેશો પરગટ કરીને હું યાજકનું કામ કરું છું, જેથી પવિત્ર આત્માની લીધે મસીહી બનેલા બિનયહુદીઓ પરમેશ્વરને માન્ય અર્પણ થાય.


હું મસીહમાં હાસુ બોલું છું, હું ખોટુ બોલતો નથી, મારૂ મન હોતન પવિત્ર આત્મામાં મારૂ સાક્ષી છે કે,


જે કાય હું કરવા માગું છું, એને કરવા હાટુ હું આઝાદ છું હું ગમાડેલો ચેલો છું મે ઈસુ આપડા પરભુને જોયા છે. જે કામો પરભુએ મને કરવા હાટુ આપ્યુ હતું એનું પરિણામ તમે છો.


પરમેશ્વર, આપડા પરભુ ઈસુનો બાપ જેનું નામ સદાય હાટુ આશીર્વાદિત છે, ઈ જાણે છે કે, હું ખોટુ કેતો નથી.


પરમેશ્વર જાણે છે કે, મેં તમને જે લખ્યું છે એમા કાય પણ ખોટુ નથી.


ઈ હાટુ આપડે યહુદી વિશ્વાસી જાણી છયી કે, મુસાના નિયમનું પાલન કરીને કોય પણ માણસ પરમેશ્વરની નજરમાં ન્યાયી નથી ઠરતો. ઈ હાટુ ખાલી ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરે છે; ઈ હાટુ તમે પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો કે, આપડે મુસાના નિયમનું પાલન કરવાથી નય પણ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરી કેમ કે, શાસ્ત્રનું પાલન કરીને કોય પણ માણસ ન્યાયી નથી ઠરી હક્તો.


જઈ યાકુબ, પિતર અને યોહાન પીલોર જેવા ગણાતા હતા, જઈ મને પ્રાપ્ત થયેલી કૃપા તેઓએ જાણી, તેઓએ મારો અને બાર્નાબાસનો ગમાડેલો ચેલા તરીકે સ્વીકાર કરયો, કે જેથી અમે બિનયહુદીઓની પાહે જાયી અને તેઓ સુન્‍નતી લોકોની પાહે જાય.


પરમેશ્વર ઈ બધાયને આશીર્વાદ આપે છે જે એની ઉપર વિશ્વાસ કરે છે, એમ જ જેમ એણે ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યો.


પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવાં હાટુ મને ગમાડેલો ચેલો અને શિક્ષક તરીકે નીમ્યો છે.


એણે ઈ લોકોનો હોતન નાશ કરી નાખ્યો જે બોવ પેલા જગતમાં રેતા હતાં. એણે એમાંથી ખાલી આઠ જણાને બસાવ્યા, નૂહ સહીત જે એક ન્યાયી ઉપદેશ દેનારો હતો. એણે આ ઈ વખતે કરયુ જઈ એણે બધાય અન્યાયી લોકોનો જળપ્રલયથી નાશ કરી નાખ્યો જે ઈ વખતે રેતા હતાં.


Lean sinn:

Sanasan


Sanasan