તો પછી, હું નીવેદ ખાવાના વિષે સવાલનો જવાબ દેવા માગું છું અમે જાણી છયી કે, મૂર્તિઓ જગતમાં કાય નથી પણ ખાલી એક જ હાસા પરમેશ્વર સિવાય બીજો કોય પરમેશ્વર નથી.
તો પણ આપડા તો એક જ પરમેશ્વર એટલે બાપ છે, જેનાથી બધુય સર્જન કરવામાં આવ્યું છે; અને આપડે એના અરથે છયી; એક જ પરભુ એટલે ઈસુ મસીહ છે, જેની આશરે બધાય છે અને આપડે પણ એની આશરે છયી.
તમે પરમેશ્વર અને લોકોની વસમાં નવા કરારના મધ્યસ્થી કરનારા ઈસુની પાહે આવ્યા છો, અને એના લોહીની પાહે આવ્યા હોય જે વહેડાવામાં આવ્યું છે અને જે હાબેલના લોહીથી ક્યાય વધારે મહત્વનું છે.
હાટુ જુના કરારના વખતે જે ભૂલો કરવામાં આવ્યા હતા, એના છુટકારા હાટુ પોતે બલિદાન આપે મોત આપે અને જેઓને ગમાડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસનું વચન મળે ઈ હાટુ ઈ નવા કરારના મધ્યસ્થી છે.
મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.
અને ઈ દીવીઓની વસમાં “જે એક માણસના દીકરાની જેમ દેખાતો હતો” એણે લાંબા લુગડા પેરેલા હતાં જે એના પગ હુધી પૂગતા હતાં, એણે પોતાની છાતીની સ્યારેય બાજુ એક હોનાનો પટો પેરેલો હતો.