આ રીતે હું ઈચ્છું છું કે, બાયુ પણ પ્રાર્થના સભામાં, બધાય લોકોની હામે વખાણના લાયક, અને માનપૂર્વક અને અપનાવવા લાયક લુગડા પેરીને તૈયાર થાય, નતો વાળ ઓળીને, અને હોનું ચાંદી અને મોઘા લુગડા પેરીને તૈયાર થાય.
પોતાની કૃપાથી પરમેશ્વર આપણને શિખવે છે કે, આપડે એવું વરતન કરવાનું બંધ કરવુ, જે એને ગમતું નથી, અને ઈ વસ્તુઓની લાલસ કરવાનું બંધ કરો; જેની ઈચ્છા અવિશ્વાસીઓ રાખે છે. જઈ આપડે આ જગતમાં છયી, તો બધીય વાતોમાં ધીરજ રાખીને અને હાસાયથી પરમેશ્વરની ભક્તિમાં જીવન જીવી.