12 હું ઈ રજા દેતો નથી કે, બાયુઓ પ્રાર્થના સભામાં સંદેશો આપે અને માણસ ઉપર અધિકાર હકાવે, પણ તેઓને સાનુમુનુ રેવું જોયી.
બાયુ મંડળીઓમાં શાંત રેય કેમ કે, એને બોલવાની પરવાનગી નથી, પણ પોતાના ધણીના આધીનમાં રેવાની આજ્ઞા છે. જેમ મુસાનો નિયમ પણ કેય છે.
અને પોતાની જાત ઉપર કાબુ રાખનારી, પોતાના ધણીને પ્રત્યે વિશ્વાસુ, ઘરબાર હંભાળનારી, બીજાની પ્રત્યે દયાળુ હોય, અને પોતાના ધણીઓની વાતોને માનનારી હોય, જેથી કોય પણ પરમેશ્વરનાં વચન વિષે નિંદા કરે નય.