તેઓએ હાસાય ઉપર વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે. ઈ એવુ કેય છે કે, પરમેશ્વરે પેલાથી જ વિશ્વાસીઓને મરેલામાંથી જીવતા અનંતજીવન હાટુ ઉપાડી લીધા છે, પરિણામ રૂપે ઈ થોડાક વિશ્વાસીઓને મસીહ ઉપર વિશ્વાસ કરવાથી રોકી રયા છે.
પણ મુરખાયની વાતુ, વાદવિવાદો, વડવાઓની લાંબી યાદીઓ ઉપર પોતાનો વખત ખરાબ નો કરો. વેર વિરોધ, અને ઈ બાધણાથી, જે મૂસાના નિયમો-કાયદાઓ વિષે હોય, એનાથી બસીને રયો.