Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથીને પત્ર 1:4 - કોલી નવો કરાર

4 તેઓ લોકોની બનાવેલી વાર્તાઓ અને વડવાઓની પેઢીના નામ ગોતવામા પોતાનો વખત ખરાબ કરે નય, જેમાં ખાલી વાદ-વિવાદ થાય છે. અને આ બધીય વાતો પરમેશ્વરનું કામ કરવામા મદદ કરતી નથી, જે વિશ્વાસ ઉપર આધારિત છે. હું તને ફરીથી વિનવણી કરું છું જે તને પેલા કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથીને પત્ર 1:4
19 Iomraidhean Croise  

કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


ખાતરીથી તમે હાંભળ્યું છે પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવાની જવાબદારી એની કૃપાથી દીધી છે.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


લોક વાયકાની ખોટી વાર્તાઓને જોયને ખોટા વખતનો બગાડ કરમાં અને ઈ મુરખતાભરેલી વાર્તાઓ જે પરમેશ્વરને માન નથી આપતી, અને તમે પરમેશ્વરનું જીવન જીવવા હાટુ પોતાને શીખવતા રયો.


પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.


હે તિમોથી, તને જે પરમેશ્વરે કરવાનું કીધું છે ઈ કરયા કર. અન્યાયી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી જ્ઞાન કેય છે એવી મુરખાય ભરેલી બાબતો જેનાથી વિરોધ થાય છે એનાથી છેટો રેજે.


આ વાતો વિશ્વાસી લોકોને વારા ઘડીયે કયને યાદ દેવડાવ, અને પરમેશ્વરની હામે સેતવણી દે કે, તેઓ શબ્દોના અરથની વિષે વાદ-વિવાદ નો કરે, એવુ કરવાથી કોય લાભ નય થાય, પણ હાંભળનારા લોકોનો વિશ્વાસ બગડી જાય છે.


ઈ ખરાબ વાતોથી છેટો રેજે, જેને જુવાન લોકો કરવાની ઈચ્છા રાખે છે અને હાસા મનથી પરભુનુ ભજન કરનારાની હારે પરમેશ્વરને ગમે એવુ જીવન અને વિશ્વાસ અને પ્રેમ અને શાંતિ મેળવવાની કોશિશ કર.


પણ મુરખ અને અક્કલ વગરનાની હારે વાદ-વિવાદ કરવાથી આઘો રે કેમ કે, તુ જાણ છો કે, એનાથી બાધણું જ થાય છે.


તેઓ હાસી વાતો હાંભળશે નય, પણ ગયઢીયાની બનાવેલી વાતુ તરફ ધ્યાન આપશે,


હું પાઉલ, આ પત્ર લખી રયો છું, હું પરમેશ્વરનો સેવક અને ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું મને પરમેશ્વરે ગમાડેલા લોકોના વિશ્વાસને મજબુત અને હાસા શિક્ષણોને જાણાવામાં મદદ કરવા હાટુ મોકલ્યો છે, જેથી ઈ એવુ જીવન જીવે જે પરમેશ્વરને રાજી કરે છે.


તુ યહુદી લોકોની બનાવટી વાર્તાઓ ઉપર અને એવા માણસોની આજ્ઞાઓ ઉપર ધ્યાન નો રાખ. જે હાસાયથી ભટકી જાય છે.


પણ મુરખાયની વાતુ, વાદવિવાદો, વડવાઓની લાંબી યાદીઓ ઉપર પોતાનો વખત ખરાબ નો કરો. વેર વિરોધ, અને ઈ બાધણાથી, જે મૂસાના નિયમો-કાયદાઓ વિષે હોય, એનાથી બસીને રયો.


અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.


કેમ કે, જઈ અમે પ્રેરિતોએ તમને આપડા પરભુ ઈસુ મસીહના સામર્થ્ય અને પાછા આવવાના વિષે બતાવ્યું, તો અમે તમને સાલાકીથી બનાવટી સંદેશો કેતા નોતા, પણ અમે મસીહનો મહિમા જોયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan