20 તેઓમાંથી હુમનાયસ અને એલેકઝાન્ડર છે. મે તેઓને મંડળીમાંથી બારે કાઢી મુક્યા છે, અને તેઓને શેતાનના કબજામાં હોપી દીધા છે, જેથી તેઓ શીખે કે, પરમેશ્વરની નિંદા કરવી નય.
જો ઈ એનું નો માંને, તો મંડળીને કહો, ફરી જો મંડળીનું પણ નો માંને, તો બીજી જાતિ અને કર લેનારા હારે જેવું વર્તન કરો છો એમ તેઓને પણ મંડળી પાહેથી કાઢી નાખો.
યહુદી ટોળામાં થોડાક લોકોએ એલેકઝાંડરના ટોળાની હામે ધકેલી દીધા, પણ એલેકઝાંડરને હાથથી ઈશારો કરીને ટોળાના લોકોને બંધ રેવાનું કીધું, અને પોતાના બસવા હાટુ ટોળાને લોકોને કાય કેવાની કોશિશ પણ કરી રયો હતો.
ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.
આ વાતો વિશ્વાસી લોકોને વારા ઘડીયે કયને યાદ દેવડાવ, અને પરમેશ્વરની હામે સેતવણી દે કે, તેઓ શબ્દોના અરથની વિષે વાદ-વિવાદ નો કરે, એવુ કરવાથી કોય લાભ નય થાય, પણ હાંભળનારા લોકોનો વિશ્વાસ બગડી જાય છે.
કેમ કે લોકો પોતાની જ ભલાય હાટુ સીંતા કરશે, રૂપિયાના લોભી, પોતાની વાહવાહી કરનારા, અભિમાની, નિંદા, બીજાનું અપમાન કરનારા, માં-બાપની આજ્ઞા નો માનનારા, બીજાઓનો આભાર નો માનનારા, પરમેશ્વરને નો માનનારાઓ,
મે એક હિંસક પશુને દરીયામાંથી નીકળતા જોયો, જેને દસ શીંગડા અને હાત માથા હતાં, અને એના હાતેય માથા ઉપર હાત રાજમુગટ હતાં, અને દરેક માથા ઉપર પરમેશ્વરની વિરુધ નિંદા કરનારું એક નામ લખેલુ હતું.