તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે.
કેમ કે, પરમેશ્વરનાં સામર્થ્ય અને ગુણને નથી જોય હકાતા પણ આ વાતોને પરમેશ્વરે જગતની શરુઆતથી પોતાની બનાવેલ બધીય વસ્તુઓ દ્વારા બતાવું છે એટલે ઈ લોકો કોય બાનું કાઢી હકે એમ નથી કે, ઈ પરમેશ્વરને નથી જાણતા.
કોય પણ પરમેશ્વરને નથી જોય હકતો, પણ જઈ એનો દીકરો એક માણસ બન્યો, તો એને પરમેશ્વરની હામે પરગટ કરવામા આવ્યો, અને પરમેશ્વરે જે પણ બનાવ્યું છે, એની બધાય ઉપર એનો ઉસો અધિકાર છે.
વિશ્વાસથી જ રાજાના ગુસ્સાથી નો બીયને ઈ મિસર દેશને છોડીને વયો ગયો, કેમ કે ઈ હમજી ગયો હતો કે માનો એણે પરમેશ્વરને જોય લીધા છે, બીજા કોય પણ એને જોય હક્તા નથી.
એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.
ઈ એક જ હાસો પરમેશ્વર છે. પરભુ ઈસુ મસીહે આપડી હાટુ જે કરયુ છે, એના દ્વારા એણે આપણને બસાવ્યા છે પરમેશ્વર મહિમામય, મહાન અને શક્તિશાળી હતો અને એણે વખતની શરુઆત પેલા મહાન અધિકારથી રાજ્ય કરયુ, ઈ હજીય એવો જ છે અને સદાય હાટુ એવો જ રેહે. આમીન.
ઈ એવી રીતેથી એક ગીત ગાતા હતાં જેમ પરમેશ્વરનાં ચાકર મુસાએ બોવ પેલા ગાયુ હતુ. ઈ ઘેટાના બસ્સાનુ ભજન કરવા હાટુ આ પરકારે ગાય: “પરભુ પરમેશ્વર, જે દરેક વસ્તુ ઉપર શાસન કરે છે, તમે જે કાય કરો છો ઈ શક્તિશાળી છે અને અદભુત છે! તમે સદાય ન્યાયી અને હાસુ કામ કરો છો. તમે બધાય મંડળીના લોકો હાટુ સદાય રાજા છો!
ઈ બધાય ઘેટાના બસ્સાની હારે યુદ્ધ કરશે, પણ ઘેટાનું બસુ એને હરાવી દેહે, કેમ કે, ઈ પરભુઓનો પરભુ અને રાજાઓનો રાજા છે, ઈ એને પોતાના બોલાવેલા, ગમાડેલા અને વિશ્વાસુ અનુયાયીઓની હારે હરાવી દેહે.
જઈ તાકાતવર સ્વર્ગદૂતે બોલવાનું પુરું કરયુ; તઈ મે જે હાંભળુ ઈ આવી રીતે હતું, જેમ સ્વર્ગમા બોવ બધાય લોકો ગાતા હોય કે, હાલેલુયા તારણ અને મહિમા અને સામર્થ્ય આપડા પરમેશ્વરની હોય.
પછી મે જે હાંભળુ ઈ બોવ મોટા ટોળાનાં લોકોની રાડ નાખવાનો અવાજ લાગતો હતો, ઈ દરિયાની વિળોના અવાજ જેવો જોરદાર હતો અને વાદળાની ગડગડાહટ જેવો હતો એણે કીધું, “આવો આપડે પરમેશ્વરની મહિમા કરી, જે આપડા સર્વશક્તિશાળી પરમેશ્વર રાજા છે.”
તેઓએ કીધું કે, “આમીન. આપડે જાહેર કરી છયી કે, આપડો પરમેશ્વર મહાન, સ્તુતિ, પરાક્રમી, સામર્થ્યવાન અને જ્ઞાની છે, આવો આપડે સદાય હાટુ એની મહિમા કરી અને એનો આભાર માની, આમીન.”