8 પણ આપડે જે દિવસના બાળકો છયી, ઈ હાટુ આપડે પોતાની ઉપર કાબુ રાખવો જોયી. વિશ્વાસ અને પ્રેમ એક બખતરની જેમ છે એને પેરી લ્યો જે રક્ષણ કરે છે અને તારણની આશાનો ટોપ પેરીને સાવધાન રયો,
હું આપડા બાપ પરમેશ્વરને અને પરભુ ઈસુ મસીહને પ્રાર્થના કરું છું કે, ઈ ભાઈઓને વિશ્વાસ અને શાંતિ આપે. તેઓ એવું કરે કે, જેથી તમે એક-બીજાને પ્રેમ કરો અને મસીહ ઉપર સદાય વિશ્વાસ કરતાં રયો.
ઈ હાટુ પરમેશ્વરનું પાલન કરવા હાટુ પોતાના મગજને તૈયાર કરો. મારો મતલબ ઈ છે કે, તમારે તમારા મનને નિયંત્રણ કરવા જોયી. આશા રાખો કે, તમે હારી વસ્તુઓ મેળવશો જે પરમેશ્વર કૃપાથી તમારી હાટુ કરશે જઈ ઈસુ મસીહ સ્વર્ગથી પાછો આયશે.
તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.
પણ જો અમે ઈજ કરી જે ભલું છે જેમ કે, પરમેશ્વર પુરી રીતે ભલો છે. તો આપડે એકબીજાની હારે ભાગીદારી રાખે છે, અને એના દીકરા ઈસુનું લોહી અમને બધાય પાપોથી શુદ્ધ કરે છે.