એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.
કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.
પણ આપડે જે દિવસના બાળકો છયી, ઈ હાટુ આપડે પોતાની ઉપર કાબુ રાખવો જોયી. વિશ્વાસ અને પ્રેમ એક બખતરની જેમ છે એને પેરી લ્યો જે રક્ષણ કરે છે અને તારણની આશાનો ટોપ પેરીને સાવધાન રયો,
તો પણ જે આજ્ઞા હું તમને લખું છું ઈ નવી આજ્ઞા છે કેમ કે, ઈસુ આ આજ્ઞા પરમાણે હાસાયથી જીવ્યા, અને તમે પણ જીવો છો કેમ કે, અંધારું મટતું જાય છે અને હાસાયનું અજવાળુ સમકવા લાગ્યું છે.