1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:2 - કોલી નવો કરાર2 કેમ કે, તમે જાણો છો કે, જેમ એક સોર રાતે આવે છે જઈ આપડે આશા નથી રાખતા. એમ જ પરભુ ઈસુના પાછા આવવાના દિવસ પણ થાહે. Faic an caibideil |
પણ પરભુનો દિ પાક્કી રીતે પાછો આયશે, ઈ અસાનક પાછો આયશે, જેમ કોય સોર અસાનક આવી જાય છે, એમ જ ઈ વખતે આભમાં ગરજવાના અવાજો થાહે અને આભ અલોપ થય જાહે, આભમાં બધુય એટલે કે, સુરજ, સાંદો અને તારાઓ બધુય આગથી હળગી જાહે, ઈ દિવસે પરમેશ્વર ઈ બધાય કામોને પરગટ કરી દેહે જે લોકોએ પૃથ્વી ઉપર કરયા છે, જેથી એનો ન્યાય કરી હકે.
મેલી આત્માઓએ શાસકોને અને એની સેનાઓને ઈ જગ્યા ઉપર ભેગા કરયા, જેને હિબ્રૂ ભાષામાં આર્માગેદન કેવામાં આવે છે. ઈ હાટુ પરભુ ઈસુએ કીધુ કે, “આ વાત હાંભળો, મારૂ આવવું સોરની આવવાની જેમ અસાનક થાહે, આશીર્વાદિત છે ઈ માણસ જે મારાં પાછા આવતાં હુધી જાગતા રેહે અને પોતાના લુગડા તૈયાર રાખો, તઈ તેઓ નાગા નય હોય અને કાય પણ એને શરમ નય લાગે પછી ઈ બારે ઘણાય લોકોની વસમા જ કેમ નો હોય.”