Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:13 - કોલી નવો કરાર

13 જે કાય તેઓ તમારી હાટુ કરે છે, આ જાણીને તેઓને બોવ માન અને પ્રેમ કરો, અને ભેગા મળીને રયો.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:13
21 Iomraidhean Croise  

મીઠું એક જરૂરી વસ્તુ છે, પણ જો મીઠું પોતાનુ સ્વાદ ગુમાવી નાખે છે, તો તમે એનુ સ્વાદ કેવી રીતે પાછુ લીયાયશો? પછી તમારા એકબીજામાં મીઠાના જેવા ગુણ હોવા જોયી અને એકબીજાની હારે શાંતિથી રેવું જોયી.”


બધાયની હારે શાંતિથી રયો, પવિત્રતા વગર કોય પરભુને જોય હકતા નથી.


અને જે મેળ કરાવનારા છે, ઈ શાંતિના બી વાવશે અને ન્યાયપણાની મોસમ કાપશે.


અને એવુ કરવાનો પ્રયત્ન કરો જેથી તમે સદાય હળી-મળીને બનેલા રયો કેમ કે, તમે પરમેશ્વરની આત્મા દ્વારા એક કરવામાં આવ્યા છો.


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.


ઈ વાતુની આજ્ઞા હું તમને ઈ હાટુ કવ છું કે, તમે એકબીજા ઉપર પ્રેમ રાખો.


ઈ ખરાબ વાતોથી છેટો રેજે, જેને જુવાન લોકો કરવાની ઈચ્છા રાખે છે અને હાસા મનથી પરભુનુ ભજન કરનારાની હારે પરમેશ્વરને ગમે એવુ જીવન અને વિશ્વાસ અને પ્રેમ અને શાંતિ મેળવવાની કોશિશ કર.


હવે પરભુ જે શાંતિ દેનારો છે, પોતે જ તમને સદાય અને દરેક પરકારથી શાંતિ આપે, અને પરભુ સદાય તમારી બધાયની હારે રેય.


અને ઈ શાંતિ જે મસીહ આપે છે, ઈ તમારા હ્રદયમાં રાજ કરવા દયો કેમ કે, તમે બધાય એક દેહના ભાગ છો અને ઈ હાટુ તમને એકબીજાની હારે શાંતિથી રેવા હાટુ બોલાવ્યા છે અને તમે આભારી બનેલા રયો.


મસીહ સંદેશાનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને બધીય હારી બાબતોમાંથી હિસ્સો આપવો જોયી.


અને મારી બીમારીએ તમારી હાટુ બોવ કઠણાઈ ઉભી કરી, પણ તમે મને નીસો નો દેખાડો અને તમે મને બારે પણ નથી કાઢયો, પણ તમે મને એવી જ રીતેથી અપનાવ્યો છે જેમ તમે પરમેશ્વરનાં એક સ્વર્ગદુતને કા પોતે ઈસુ મસીહને અપનાવ્યો છે.


“જે તમારો સ્વીકાર કરે છે, ઈ મારો પણ સ્વીકાર કરે છે, અને જે મારો સ્વીકાર કરે છે, ઈ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી એવા લોકોને સેતવણી આપો જે આળસુ છે અને બીય ગયેલાઓને હિંમત આપો, અને જે વિશ્વાસમા નબળા છે એઓની મદદ કરો, અને બધાયની હારે ધીરજ રાખીને વ્યવહાર કરો.


Lean sinn:

Sanasan


Sanasan