Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:11 - કોલી નવો કરાર

11 ઈ હાટુ તમે એકબીજાને તમે દિલાસો આપો, અને એકબીજાને વિશ્વાસમા મજબુત કરો, જેવું કે, તમે કરી પણ રયા છો.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:11
18 Iomraidhean Croise  

એટલે આપડે ઈ વાતોનો પ્રયત્ન કરી, ઈ હાટુ આપડે સદાય ઈ જ કરવાની કોશિશ કરવી જોયી જે શાંતિનું કારણ બને છે, અને એક-બીજાનો વિશ્વાસી લોકોનો વિશ્વાસ વધું મજબુત કરી.


પણ મારા ભાઈઓ અને બહેનો, હું પોતે પણ તમારા વિષે પાકુ જાણું છું કે, તમે પણ પોતે જ ભલાયથી ભરેલા અને તમે પુરી રીતે જાણો છો કે, તમારે શું કરવુ જોયી અને એક-બીજાને પ્રોત્સાહિત પણ કરી હકો છો.


આપડામાંથી દરેકે આપડા સાથીનાં વિશ્વાસીઓ હાટુ કામ કરવુ જોયી, જે એની હાટુ હારુ છે અને જે એને રાજી કરશે અને એના વિશ્વાસને મસીહમા મજબુત બનાવશે.


હા બધી વસ્તુઓ હારી છે; પણ બધી ઉપયોગી નથી. બધી વસ્તુઓ હારી છે; પણ બધી લાભની નથી.


કેમ કે, તમે પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવેલા ખાસ વરદાનો હાટુ એટલો ઉત્સાહ છે, ઈ હાટુ તે વરદાનોની ઈચ્છા કરે જે મંડળીમાં વિશ્વાસીઓના વિશ્વાસને મજબુત કરે,


આગમભાખીયાઓમાંથી બે કા ત્રણ બોલે, અને ઈ જરૂરી છે કે, બીજા હાંભળે અને પારખે કે, જે વાતો કેવામાં આવી છે, ઈ હાસી છે! કે, નય!


હું ઈચ્છું છું કે, તમે બધાય બીજી ભાષાઓમાં વાતો કરો, પણ ખાસ કરીને ઈચ્છું છું કે, આગમવાણી કરો કેમ કે, જો બીજી ભાષા બોલવાવાળો આ માણસ વાતનું મુલ્ય નથી કરતો તો ઈ મંડળીમાં વિશ્વાસીઑના વિશ્વાસને મજબુત કરવા હાટુ શું કેય છે, તો જે માણસ આગમવાણી કરે છે ઈ વધારે મહત્વનું કામ કરે છે.


કદાસ તમને એમ લાગશે કે, અમે અમારો બસાવ કરવાનો પ્રયત્ન કરી છયી. પણ નય; અમે તો પરમેશ્વરની હામે મસીહને અનુરૂપ વાત કરી છયી. પણ ઈ બધુય તમારા ઘડતર હાટુ જ છે.


એની જવાબદારી ઈ છે કે, ઈ પરમેશ્વરનાં લોકોને એનું કામ કરવા હાટુ તૈયાર કરી હકે અને મસીહનો દેહ એટલે કે, મંડળીનું બાંધકામ બધાતું થાય.


આપડે બધાય જે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી, એના દેહના અંગોની જેમ છે. જેવી રીતે એક માણસનો દેહ એના બધાય હાંધા દ્વારા એક-બીજાથી જોડાયેલા રેય છે અને જઈ દેહનો દરેક અંગ હારી રીતે કામ કરે છે, તો દેહ વધે છે અને મજબુત થાય છે, એવી જ રીતે જઈ આપડામાંથી દરેક ઈ કામને કરે છે, જે મસીહે આપણને આપ્યુ છે; તો આપડે મજબુત બનશું અને ડાયા થાહુ અને એક-બીજાને હજી વધારે પ્રેમ કરશું.


કોય ભુંડી વાત તમારા મોઢાથી નો નીકળે પણ ઈ વાતોને કેય જે લોકોની હાટુ જરૂરી છે જે એને વિશ્વાસમાં મજબુત બનવામાં મદદ કરે. તઈ જે કાય પણ તમે કેહો તો ઈ તમારા હાંભળનારનું ભલું કરશે.


અને આખા મકદોનિયાના સાથી વિશ્વાસી ભાઈઓ હારે એવો પ્રેમ રાખો પણ છો. પણ હે મારા વાલા, અમે તમને વિનવણી કરી છયી કે, હજી પણ વધારે એકબીજા હારે પ્રેમ રાખો.


ઈ હાટુ આ વાતોથી એકબીજાને દિલાસો આપ્યા કરો.


તેઓ લોકોની બનાવેલી વાર્તાઓ અને વડવાઓની પેઢીના નામ ગોતવામા પોતાનો વખત ખરાબ કરે નય, જેમાં ખાલી વાદ-વિવાદ થાય છે. અને આ બધીય વાતો પરમેશ્વરનું કામ કરવામા મદદ કરતી નથી, જે વિશ્વાસ ઉપર આધારિત છે. હું તને ફરીથી વિનવણી કરું છું જે તને પેલા કરી હતી.


જેમ કેટલાક કરે છે એમ આપણે ભેગા થાવાનું પડતું નો મુકી. એને બદલે, પરભુનો દિવસ નજીક આવતો જોયી એમ આપણે એકબીજાને વધુને વધુ પ્રોત્સાહન આપીએ.


એના બદલે, તમારામાંથી કોય પાપથી દગો ખાય નય, તમારુ મન કઠોર થય જાય નય, ઈ હાટુ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે; એવી રીતે “આજનો દિવસ” પુરો નથી થાતો, ન્યા હુધી દરોજ તમે એક-બીજાની મદદ કરો.


જો કે તમે પેલાથી જ આ વાતોને જાણો છો અને હાસા શિક્ષણોને મજબુતીથી પકડી રાખેલ છે. જે તમારી પાહે હવે છે, હું તમને એની વિષે યાદ કરાવવાનુ સદાય સાલું રાખય.


પણ તમે લોકો જેને હું પ્રેમ કરું છું, પરમેશ્વરની હાસાય જેની ઉપર તમે વિશ્વાસ કરો છો એનો ઉપયોગ કરીને એક-બીજાને મજબુત કરો પવિત્ર આત્મા તમારી દોરવણી કરે કે, કેવી રીતે પ્રાર્થના કરવી જોયી.


Lean sinn:

Sanasan


Sanasan