બધાય વિશ્વાસી લોકો એક મન અને ચિતના હતાં, ન્યા લગી કે, કોય પણ વિશ્વાસી એવું નોતો કેતો કે, આ મિલકત મારી છે, પણ જે કાય એક-બીજા પાહે હતું એને ભેગુ કરીને જરૂરીયાત મુજબ ભાગ પાડી લેતા હતા.
બધાયથી ખાસ વાત ઈ છે કે, દરેકની હારે ઈમાનદારીથી પ્રેમ કરો, કેમ કે, જો આપડે બીજાને પ્રેમ કરી છયી, તો આપડે ઈ તપાસ કરવાની કોશિશ નય કરી કે એણે શું પાપ કરયુ છે.
અને તમારે નો ખાલી એવી રીતે જીવવું જોયી જે પરમેશ્વરને માન આપે, પણ તમારે એકબીજા ઉપર પોતાના પરિવારના સભ્યોની જેમ પ્રેમ કરવો જોયી અને એવી જ રીતે તમારે બધાય લોકોને પણ પ્રેમ કરવો જોયી.