6 અને આ વાત ઉપર પાપ કરીને કોય પણ કોય વિશ્વાસી ભાઈથી દગો કા અન્યાય નો કરે કેમ કે, પરભુ આ બધાય કામો કરનારાને સજા આપશે; જેમ કે, અમે પેલાથી જ તમને કીધું અને સેતવણી પણ આપી હતી.
તુ પરમેશ્વરની આજ્ઞાઓને તો જાણે છે; કે હત્યા નો કરવી, છીનાળવા નો કરવા, સોરી નો કરવી, ખોટી સાક્ષી નો પૂરવી, કોયને દગો નો આપવો, પોતાના માં-બાપને માન આપવું.”
પરમેશ્વરનો ગુસ્સો તો ઈ લોકોના બધાય પરકારના પરમેશ્વર વિનાના અને અન્યાયી કામ ઉપર સ્વર્ગથી પરગટ થાય છે. તેઓ ઈ ભુંડાય દ્વારા જે ઈ કરે છે બીજાને પરમેશ્વરની વિષે હાસને જાણવાથી રોકે છે.
મારા મિત્રો, બદલો વાળતા નય; એને બદલે, ઈ કામ પરમેશ્વરનાં કોપને કરવા દયો. શાસ્ત્રમા લખેલુ છે કે, બદલો લેવો ઈ મારૂ કામ છે, અને હું બદલો લેય, એમ પરભુ કેય છે.
કેમ કે, તારા હારા હાટુ ઈ પરમેશ્વરનો કારભારી છે, પણ જો તુ ભુંડાય કરશો, તો બીક રાખ, કેમ કે, ઈ કારણ વગર તલવાર રાખતો નથી; ઈ પરમેશ્વરનો કારભારી છે, એટલે ભુંડું કરનારને ઈ કોપરૂપે બદલો આપનાર છે.
કેમ કે, તમારે પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થયા, એની દ્વારા તમારામાં કેટલો બદલાવ આવ્યો એનો વિસાર કરો, એનાથી તમે અને બદલો લેવાનો વિસાર ઉત્પન થયો? તમે બધાય પરકારથી આ સિદ્ધ કરીને દેખાડયું કે, તમે આ વાતોમાં નિર્દોષ છો,
ઈ એક-બીજાની ઈર્ષા રાખે છે, ઈ નશામાં સક્સુર થય જાય છે, ઈ એવા જમણવારમાં જાય છે જ્યાં લોકો પોતાની ભૂખને કાબુમાં નથી કરતાં અને ઈ આવા પરકારના બીજા બધાય ભુંડા કામ કરે છે. હું તમને સેતવણી આપું છું, જેમ મેં પેલા પણ તમને સેતવણી આપી હતી કે, એવા કામો કરવાવાળા પરમેશ્વરનાં રાજ્યના વારસ નય થાય.
તમે જાણો છો કે, જેમ બાપ પોતાના બાળકોની હારે વ્યવહાર કરે છે, એવી જ રીતે અમે પણ તમારામાંથી દરેકને શિક્ષણ આપતા, અને પ્રોત્સાહિત કરતાં અને સેતવણી આપતા હતા.
પણ શાસ્ત્રમાં કોય જગ્યાએ આવી સાક્ષી આપવામાં આવી છે; હે પરમેશ્વર, માણસની શું હેસીયત કે, તું એને ધ્યાનમાં લેય કે, માણસનો દીકરો કોણ કે, તું એની કાળજી રાખ?
પણ તમે ગરીબોનુ અપમાન કરયુ, અને તમે જાણો છો કે, રૂપીયાવાળા લોકો જ છે જે તમારી ઉપર દાવો કરે છે અને તેઓ ઈજ છે જેઓ તમને પરાણે ન્યાય હાટુ કોરાટમા લય જાય છે.