મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને પોતાના પરભુ ઈસુ મસીહના નામથી જે આજ્ઞા આપીએ છયી કે, તમે બધાય એવા વિશ્વાસી ભાઈઓ અને બેનુથી છેટા રયો, જે કામ કરવામા આળસુ છે, અને જે આપડા શીખવાડીયા પરમાણે નથી કરતા.