1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:16 - કોલી નવો કરાર16 કેમ કે, પરભુ ઈસુ પોતે જ સ્વર્ગમાંથી આયશે, તઈ હુકમ કરવામા આયશે, અને પ્રમુખ દૂતનો અવાજ હંભળાહે, અને પરમેશ્વરનાં રણશિંગડાનો અવાજ હંભળાહે, તઈ જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, ઈ પેલા જીવતા થય જાહે. Faic an caibideil |
પણ પરભુનો દિ પાક્કી રીતે પાછો આયશે, ઈ અસાનક પાછો આયશે, જેમ કોય સોર અસાનક આવી જાય છે, એમ જ ઈ વખતે આભમાં ગરજવાના અવાજો થાહે અને આભ અલોપ થય જાહે, આભમાં બધુય એટલે કે, સુરજ, સાંદો અને તારાઓ બધુય આગથી હળગી જાહે, ઈ દિવસે પરમેશ્વર ઈ બધાય કામોને પરગટ કરી દેહે જે લોકોએ પૃથ્વી ઉપર કરયા છે, જેથી એનો ન્યાય કરી હકે.
ન્યા હુંધી કે, મીખાએલે પણ જે પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદુતોમાથી એક છે, એણેય અપમાન નથી કરયુ કેમ કે, જઈ એણે શેતાનની હારે વિવાદ કરયો અને આગમભાખીયા મુસાના દેહને લેવા હાટુ પોતાના અધિકારનો પડકાર કરયો, તઈ મીખાએલે ઈ નો વિસારુ કે, એની પાહે ખરાબ વાતો બોલીને શેતાન ઉપર આરોપ મુકવાનો અધિકાર છે. પણ એણે કીધું કે, “પરભુ તને ખીજાય.”
ફરીથી મે સ્વર્ગથી કોયને બોલતા હાંભળ્યો અને એણે મને કીધુ કે, આ વાતોને આયા લખ, હવેથી, ઈ લોકો આશીર્વાદિત છે જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી વખતે મરી જાય છે. તઈ પરમેશ્વરની આત્માએ એનાથી સહમત થયને કીધુ કે, “આ હાસુ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, તેઓ પોતાની ખુબ મહેનતથી આરામ પામશે અને તેઓએ જે કામ કરયા છે એની હાટુ તેઓને વળતર દેવામાં આયશે.”