Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:13 - કોલી નવો કરાર

13 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે જાણી છયી કે, જે મરી ગયા છે, એના વિષે તમે જાણો, એવુ નો થાય કે, તમે બીજા લોકોની જેમ દુખી થાવ, જેઓને આ આશા નથી કે, મરયા પછી પાછા જીવતા થય જાહે.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:13
35 Iomraidhean Croise  

અને કબરો ઉઘડી ગયને લોકોના હુતેલા મડદા જીવી ઉઠયા.


માર્થાએ એને કીધું કે, “હું જાણું છું કે, છેલ્લે દિવસે જઈ પરમેશ્વર બધાય મરેલાઓને જીવાડશે તઈ ઈ મરેલામાંથી જીવતો ઉઠશે.”


“રાજા દાઉદ તો પરમેશ્વરની ઈચ્છા પરમાણે આપડા વખતમાં સેવા કરીને મરી ગયો, અને એને આપડા બાપ-દાદાની હારે ડાટી દીધો, અને એનો દેહ કબરમા હડી પણ ગયો.


પછી ઘુટણે પડીને જોરથી રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, મને આ પાપ હાટુ માફ કરી દે.” એમ કયને ઈ મરી ગયો.


અને થોડાક માણસો જે પરમેશ્વરને વધારેમાંન દેતા હતાં, અને સ્તેફનને દફનાવ્યો, અને એની હાટુ છાતી કુટી કુટીને રોવા મંડ્યા.


હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, વગડાઓમાં આપડા યહુદી વડવાઓ વાદળાની દોરવણી હેઠે લાલ દરીયામાં થયને સલામત રીતે પસાર થ્યા હતાં એની હું તમને યાદી દેવડાવું છું.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પવિત્ર આત્મા દ્વારા મળતા વરદાન વિષે તમે અજાણ્યા રયો એવી મારી ઈચ્છા નથી.


પછી પાનસો કરતાં વધારે વિશ્વાસી ભાઈઓને એક હારે દર્શન દીધુ કે, જેમાંથી મોટા ભાગના હજી જીવે છે અને કેટલાય મરી ગયા છે.


વાલા, વિશ્વાસુ ભાઈઓ અને બહેનો આપડે ઈચ્છીએ છયી કે, તમે ઈ મુશ્કેલીયો વિષે જાણો, જે આસિયા પરદેશમાં આપડે સહન કરવુ પડયું હતું, અને આ આપણને એવું ભારે બોજ લાગ્યું, જે આપડા સહન કરવાનાં સામર્થ્યથી વધારે હતું, ન્યા હુધી કે, આપણે જીવવાની પુરી આશા છોડી દીધી હતી.


ઈ વખતે તમે મસીહ વગરના હતા. તમે પરદેશી હતા અને પરમેશ્વરનાં ગમાડેલા ઈઝરાયલ દેશના લોકોમાં તમારી ગણતરી કરવામાં આવતી નોતી. પરમેશ્વર પોતાના લોકોને આપેલાં વચનો ઉપર આધારિત કરારોમાં તમારે કોય લાગભાગ નોતો. તમે આ જગતમાં આશા રાખી અને પરમેશ્વર વગર જીવતા હતા.


અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.


જો આપડે વિશ્વાસ કરી છયી કે, ઈસુ મરણ પામ્યો ને પાછો જીવતો ઉઠયો, તો એવી જ રીતે જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, તેઓને પણ પરમેશ્વર ઈસુની હારે પાછા લય લેહે.


તો એના વચન પરમાણે તમને આ કેયી છયી કે, આપડે જો જીવતા છયી, અને પરભુના આવ્યા હુધી નય મરી, તો ઈ વિશ્વાસી જે પેલા મારી ગયા છે, આપડી પેલા પરભુ ઈસુને મળશે.


મસીહ આપડી હાટુ એટલે મરયો જેથી જઈ ઈ પાછો આવે તઈ આપડે ઈચ્છીએ કે, જીવતો હોય કા મરી ગયો હોય એની હારે સદાય જીવન જીવી.


ઈ હાટુ આપડે બીજાઓની જેમ હુતા નો રેયી, પણ જાગતા રેયી અને સાવધાન રેયી.


તેઓ કેહે કે, “એનો પાછા આવવાનો વાયદો ક્યા છે? કેમ કે, જઈથી અમારા બાપ-દાદાઓ મરી ગયા, બધુય સૃષ્ટિની શરૂઆતમાં જેમ હતું એમનું એમ જ છે.”


હે વાલાઓ, આ એક વાતને કોયદી નો ભુલતા કે, પરમેશ્વર હાટુ એક દિવસ એક હજાર વરહ બરોબર છે, અને એક હાજર વરહ એક દિવસ બરોબર છે, એના હાટુ એક દિવસ અને એક હજાર વરહ બધુય હરખું છે.


Lean sinn:

Sanasan


Sanasan