ઈ હાટુ, વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે-જે વાતુ હાસી છે, અને જે-જે વાતો માન આપવાને લાયક છે, અને જે-જે વાતો ન્યાયી છે, જે-જે વાતો પવિત્ર છે, અને જે-જે વાતો હારી છે, અને જે-જે વાતો વખાણ કરવામા આવે છે, જેમ કે, જે પણ બોવ હારી અને માનનીય છે, ઈ બાબતો વિષે વિસાર કરો.
એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.
તમારે વિશ્વાસી બાયુઓએ પોતાના ધણીઓને આધીન રેવું જોયી, આવું ઈ હાટુ કરો કેમ કે, જો એમાંથી કોય મસીહના સંદેશા ઉપર વિશ્વાસ નથી કરતી તોય તમારે એને કાય કીધા વિના જ વિશ્વાસુ બની હકે છે.