Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 3:8 - કોલી નવો કરાર

8 કેમ કે, હવે તમે પરભુ ઉપર પાકો વિશ્વાસ કરી રયા છો, તો ઈ આપડા જીવનને જીવવા હાટુ લાયક બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સાલોનિકીઓને પત્ર 3:8
24 Iomraidhean Croise  

તમે મારામાં જોડાયેલા રયો અને હું તમારામા રેય; જેમ ડાળી વેલામાં રયા વગર પોતાની જાતે ફળ આપી હકતી નથી, એમ તમે પણ મારામાં રયા વગર ફળ આપી હકતા નથી.


જો તમે મારામાં રેહો, અને મારું શિક્ષણ તમારામા રેહે, તઈ જે કાય તમે ઈચ્છો ઈ માગો અને ઈ તમને મળશે.


તઈ ઈસુએ ઈ યહુદી લોકોને, જેઓએ એની ઉપર વિશ્વાસ કરયો હતો, તેઓને કીધું કે, જો તમે વચનમાં મજબુત રેહો, તો ખરેખર મારા ચેલાઓ કેવાહે.


અને જઈ ઈ ન્યા પૂગ્યો, તો પરમેશ્વરની કૃપાને જોયને રાજી થયો, અને બધાય વિશ્વાસી લોકોને સંદેશો દીધો કે તન મન લગાડીને પરભુને વળગી રયો.


ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.


જાગૃત રયો, વિશ્વાસમાં મકમ રયો, સાહસી માણસ બનો, વિશ્વાસમાં મજબુત બનો.


મસીહે આપણને મુસાના શાસ્ત્રથી આઝાદ કરયા છે. પાકુ કરો કે, તમે આઝાદ રયો. શાસ્ત્રનું પાલન કરવા હાટુ પોતાની જાતને ફરીથી ગુલામ બનવા દેતા નય.


જેથી મસીહ તમારા હૃદયમાં રેય જઈ તમે એની ઉપર ભરોસો કરશો. હું પ્રાર્થના કરું છું કે પરમેશ્વર અને એકબીજા હાટુ તમારો પ્રેમ તમને મજબુત બનાવશે અને તમને પડવાથી બસાયશે.


જો હું જીવતો રેય તો ઈ મસીહને માન આપવા હાટુ હશે, પણ જો હું મરી જાવ તો મારા હાટુ હારું થાહે કેમ કે, હું મસીહની હારે રેય.


ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.


ઈ હાટુ, મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને બોવ પ્રેમ કરું છું, હું તમને મળવાની બોવ ઈચ્છા રાખુ છું; અને તમે જે મારો આનંદ અને મુગટરૂપ છો, વાલા મિત્રો પરભુમાં તમે વિશ્વાસમા મજબુત રેજો.


પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આપડા બધાય દુખ અને સતાવણીમાં પણ તમારા વિશ્વાસની વિષે હાંભળીને અમને દિલાસો મળ્યો.


પોતાની આશાની કબુલાતને મજબુતીથી પકડી રાખી; કેમ કે, જે વાયદો પરમેશ્વરે કરયો છે ઈ વિશ્વાસ લાયક રીતે પુરૂ કરશે.


કેમ કે, જો આપડે ઈ વિશ્વાસને જે શરૂઆતમાં કરયો હતો એને અંત હુધી હાસવી રાખી છયી, તો આપડે મસીહની હારે ભાગીદાર બની જાહુ.


કેમ કે, પરમેશ્વરનાં દીકરા ઈસુ મસીહ જે સ્વર્ગમાં ગયો છે, એવો મુખ્ય યાજક આપણને મળ્યો છે, ઈ હાટુ આપડે જે અપનાવ્યું છે એને મજબુતીથી પકડી રાખી.


પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.


એટલે વાલાઓ, જો કે તમે આ ખોટા શિક્ષકોની વિષે પેલાથી જ જાણો છો કે, એનાથી પોતાને હંભાળી રાખ્યા. આવા ખરાબ લોકો ખોટી વાતુ બતાવીને તમને દગો દેય નય. ઈ તમને શંકા કરવા હાટુ રાજી કરે નય, જેની ઉપર હવે તમે મજબુત વિશ્વાસ કરો છો.


હું જલ્દી જ આવનાર છું, ઈ હાટુ પાક્કી રીતે વિશ્વાસ સાલું રાખ, જેથી કોય પણ તારો મુગટ આસકી નો લેય.


ઈ હાટુ ઈ શિક્ષણને યાદ કર, જે બોવ પેલા હાંભળુ હતું અને વિશ્વાસ કરયો હતો, જે તને શિખવાડુ હતું એની પરમાણે કર, પોતાના ખરાબ કામોથી પસ્તાવો કર, જો તુ ખરાબ કામો કરવાનું સાલું રાખશો, તો હું ખબર વગરનો આવી જાય, જેમ એક સોર આવે છે અને તુ ઈ વખતને પણ નય જાણી હક જઈ હું તને દંડ આપવા હાટુ આવી જાય.


Lean sinn:

Sanasan


Sanasan