પણ જઈ થેસ્સાલોનિકા શહેરના યહુદી લોકોને ખબર પડી કે પાઉલ બેરિયા શહેરમાં પણ પરમેશ્વરનાં વચનનો પરસાર કરી રયો છે, તો ઈ ન્યા જયને લોકોને ઉશ્કેરવા અને ધમાલ કરવા લાગ્યા.
પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે.
અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.