Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 3:2 - કોલી નવો કરાર

2 અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સાલોનિકીઓને પત્ર 3:2
24 Iomraidhean Croise  

પછી પાઉલ અને સિલાસ દેર્બે અને લુસ્ત્રા શહેરમાં પણ ગયા, અને ન્યા તિમોથી નામનો એક ચેલો હતો, એની મા યહુદી વિશ્વાસી હતી, પણ એનો બાપ બિનયહુદી ગ્રીક દેશનો રેવાસી હતો.


આ રીતે મંડળીના લોકો વિશ્વાસમા મજબુત થાતા ગયા અને સંખ્યામાં હરેક દિવસે વધવા લાગ્યા.


જઈ સિલાસ અને તિમોથી મકદોનિયા પરદેસમાંથી આવ્યા, તો એણે પડાવ બનાવવાનું બંધ કરી દીધુ, અને પાઉલ વચન હંભળાવાની ધૂનમાં યહુદી લોકોની સાક્ષી દેવા મંડ્યો કે, ઈસુ જ મસીહ છે.


તિમોથી મારો સાથીદાર અને લુકિયસ અને યાસોન અને સોસીપાતર મારા સાથી યહુદી લોકો, તેઓ તમને સલામ કેય છે.


પરમેશ્વરની મારી ઉપર થયેલી કૃપા પરમાણે કુશળ કારીગર તરીકે મેં પાયો નાખો છે; અને એની ઉપર કોય બીજો બાંધે છે. પણ પોતે એની ઉપર કેવી રીતે બાંધે છે ઈ વિષે હરેકને સાવધન રેવું જોયી.


ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.


પરમેશ્વરની ઈચ્છા પરમાણે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો; હું પાઉલ અને આપડો સાથી વિશ્વાસી ભાઈ તિમોથી આ પત્ર કરિંથી શહેરની મંડળીના વિશ્વાસીયો અને અખાયા પરદેશના બધાય પરમેશ્વરનાં લોકોની હાટુ લખી રયો છું


કેમ કે, પરમેશ્વરનો દીકરો ઈસુ મસીહ જેનો પરચાર મારો અને સિલાસ અને તિમોથી દ્વારા તમારી વસે પરગટ કરયો, એમા જે કાય પણ તમારાથી કેવામાં આવ્યું છે, એમા હાં અને ના બેય નથી પણ એમા ખાલી “હાં” છે.


હવે જઈ હું મસીહના હારા હમાસાર હંભળાવવા હાટુ ત્રોઆસ શહેરમાં આવ્યો, અને ન્યા પરભુએ મને હારા હમાસારનો પરચાર કરવા હાટુ મોટો અવસર આપ્યો,


પણ મારા આત્માને શાંતિ નોતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નય; ઈ હાટુ તેઓથી વિદાય લયને હું મકદોનિયા પરદેશમાં ગયો.


જો કોય મને તિતસના વિષે પૂછે, તો ઈ તમારી મદદ કરવામાં મારા ભાગીદાર છે, અને જો સાથી વિશ્વાસી ભાઈઓની વિષે પૂછે, તો તેઓ મંડળીના લોકો દ્વારા મોકલેલા અને જે કાય તેઓ કરે છે તેઓની દ્વારા મસીહ હાટુ માન મેળવે છે.


ઈ હાટુ મને પાકી ખાતરી છે કે, હું જીવતો રેય, જેનાથી હું તમને વિશ્વાસમા મજબુત કરવા હાટુ અને એમા રાજી રેવા હાટુ મદદ કરય.


હું પાઉલ આ પત્ર લખું છું, અને હું મસીહ ઈસુનો ગમાડેલો ચેલો છું કેમ કે, પરમેશ્વરે મને એક ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડયો. સાથી વિશ્વાસી ભાઈ તિમોથી મારી હારે છે.


ઈજ શિક્ષણ તમે આપડા વાલા સાથી સેવક એપાફ્રાસથી શીખ્યું છે, જે આપડી હાટુ મસીહનો હાસો સેવક છે.


એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.


મે એની હારે ઓનેસિમસને પણ મોકલ્યો છે, જે વિશ્વાસુ અને વાલા વિશ્વાસી ભાઈ અને ન્યા તમારા શહેરમાંથી જ છે, તેઓ તમને આયના બધાય હમાચાર જણાવી દેહે.


અને પરભુ ઈસુ મસીહ તમારા મનોને એવી રીતે મજબુત કરે કે, જઈ ઈ આપડા બધાય પવિત્ર લોકોની હારે પાછા આયશે, તો તેઓ પોતાના પરમેશ્વર બાપની હામે પવિત્રતામાં નિરદોષ ઠરશે.


આ કારણથી જઈ હું આ જાણયા વિના રય નો હકયો કે, તમે કેમ છો, તો તમારા વિશ્વાસની વિષે જાણવા હાટુ મે તિમોથીને તમારી પાહે મોકલ્યો, કેમ કે મને બીક હતી કે, પરીક્ષણ કરનારો શેતાને તમારી પરીક્ષા કરી હોય, અને અમારી મેનત નકામી ગય હોય.


તમારા મનોમાં શાંતિ આપે, અને તમને બધાય હારા કામો, અને દરેક હારી વાતોમાં જે તમે કરો છો અને ક્યો છો એમા તમને મજબુત કરે.


Lean sinn:

Sanasan


Sanasan