Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:9 - કોલી નવો કરાર

9 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને અમારી કઠણ મેનત યાદ હશે કે, તમને અમારી જરૂરીયાતોનું ધ્યાન નો રાખવું પડે ઈ હાટુ અમે રાત દિવસ કામ ધધો કરતાં તમારી વસે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરયો.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:9
35 Iomraidhean Croise  

પાકી રીતેથી પરમેશ્વર પોતાના ગમાડેલા લોકો હાટુ ન્યાયની વ્યવસ્થા કરશે, જે રાત દિવસ ખંતથી એને પ્રાર્થના કરે છે, અને ઈ એની હારે સદાય વિસ્વાસ રાખે છે.”


ઈ સોર્યાસી વરહથી રંડાએલી હતી; ઈ મંદિરમાંથી જાતી નોતી અને રાત દિવસ ઉપવાસ અને પ્રાર્થના સહીત પરમેશ્વરનું ભજન કરયા કરતી.


અને પાઉલ એની હારે મળી ગયો, કેમ કે ઈ એની જેવો જ પડાવ બનાવનારો હતો. ઈ હાટુ ઈ એની હારે રયને કામ કરવા લાગ્યો.


પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.


ઈ હાટુ જાગતા રયો, અને સ્મરણ કરો કે હું ત્રણ વરહ હુધી રાત દિવસ આહુડા પાડી પાડીને, બધાયને સેતવણી દેતો રયો.


આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.


મસીહ ઈસુના ચાકર તરીકે મને બિનયહુદીઓ વસ્સે કામ કરવાનો અધિકાર મળ્યો છે. પરમેશ્વરનો સંદેશો પરગટ કરીને હું યાજકનું કામ કરું છું, જેથી પવિત્ર આત્માની લીધે મસીહી બનેલા બિનયહુદીઓ પરમેશ્વરને માન્ય અર્પણ થાય.


એટલે યરુશાલેમ શહેરથી રવાના થયને ફરતા ફરતા ઠેઠ ઈલુરીકમ પરદેશ હુધી સમત્કાર, નિશાનીઓ અને પવિત્ર આત્માની સહાયથી મે મસીહ ઈસુના હારા હમાસાર પુરેપુરી રીતે પરગટ કરયા છે એની વિષે જ હું કેય.


અને અમે પોતાના હાથોથી મેનત કરી છયી. લોકો અમારું અપમાન કરે છે અને તોય અમે એને આશીર્વાદ આપી છયી. તેઓ અમારી ઉપર જુલમ કરે છે અને અમે સહન કરી છયી.


પણ એવો કોય વહીવટ મેં નથી કરયો; મને એવો લાભ મળે ઈ હાટુ હું આ લખુ છું એવું નથી. કેમ કે, કોય મારું અભિમાન કરવાનું કારણ નકામું કરે, એના કરતાં મરવું ઈ મારી હાટુ હારું છે.


ઈ મારી મજુરી છે કે, ઈ શક્ય છે મારી હાટુ પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું કોય મજુરી મેળવ્યા વગર, ભલે જ મારે પોતાના ખીસાના ખરસ હાટુ માગવાનો અધિકાર છે.


શું આપણને ખાવા-પીવાનો અધિકાર નથી?


મેં ઘણીયવાર રાતના ઉજાગરા કરીને, ખાધા વગર ભૂખ્યા અને તરસા રયને, શિયાળામાં અને થોડાક લુગડાંમાં બોવ દુખ સહન કરયુ અને બોવ જ મુશ્કેલીઓ સહન કરી.


અને જઈ હું તમારી હારે હતો, અને મને રૂપીયાની કમી થય, તો મેં કોય ઉપર ભાર નથી નાખ્યો, કેમ કે મકદોનિયાથી જે ભાઈઓ આવ્યા સાથી વિશ્વાસીઓને મારી બધી જરૂરીયાતોને પુરી કરી, અને મેં દરેક વાતોમાં આ કોશિશ કરી કે, હું તમારી ઉપર બોજ નો બનું, અને આવનાર દિવસોમાં પણ હું એવી જ કોશિશ કરું છું.


માર ખાવામાં, કેદી હોવામાં, હુમલાઓમાં, દુખોમાં, ઉજાગરા કરવામાં, ભૂખા રેવામાં,


આ પરકારે જઈ હું થેસ્સાલોનિકા શહેરમાં હતો, તઈ પણ તમે મારી જરૂરિયાત પુરી કરવા હાટુ ઘણીય વાર મદદ મોકલી હતી.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.


અમે મસીહના ગમાડેલા ચેલાઓ હોવા છતાં પણ અમે નતો માણસોથી, નતો તમારીથી, અને નતો કોય બીજા લોકોથી, માન ઈચ્છતા હતા.


અમે તમને ફરીથી મળવા હાટુ રાત-દિવસ ઘણીય પ્રાર્થના કરી છયી, અને તમારા વિશ્વાસમા ખામી હોય તો ઈ દુર કરીને પુરેપુરા કરી હકી.


આ હાસુ શિક્ષણ અદભુત પરમેશ્વરની મહિમા વિષે હારા હમાસારથી સહમત થાય છે, જેણે મને પરચાર કરવાની જવાબદારી આપી છે.


આપડે ઈ જીવનને પામવા હાટુ મેનત કરી અને દુખ સહન કરી છયી કેમ કે, આપડે જીવતા પરમેશ્વર ઉપર આશા રાખી છયી, જે બધાય લોકો ખાસ કરીને વિશ્વાસીઓનો તારનાર છે.


આ રંડાયેલ બાયુ જેની પાહે પોતાની જરૂરિયાતો, દેખરેખ અને મદદ કરવા હાટુ કોય નથી, ઈ પરમેશ્વર ઉપર જ આશા રાખે છે, અને રાત દિવસ વિનવણી અને પ્રાર્થનામાં પરમેશ્વર પાહેથી પોતાની હાટુ મદદ માગે છે.


હું રાત-દિવસ મારી પ્રાર્થનાઓમાં વારંવાર તમને યાદ કરતાં પરમેશ્વરનો આભાર માનું છું; જેની સેવા હું હાસા મનથી કરું છું, જેમ મારા વડવાઓ કરતાં હતા.


Lean sinn:

Sanasan


Sanasan