8 અને અમે તમારીથી એટલો પ્રેમ કરી છયી કે, ખાલી પરમેશ્વરનાં હારા હમાસાર હંભળાવવા હાટુ નય પણ તમારી હાટુ પોતાનો જીવ પણ દેવા હાટુ તૈયાર હતા. ઈ હાટુ કે, અમે તમારી હારે બોવ પ્રેમ કરતાં હતા.
આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.
મારા બાળકો, જેવી રીતે એક બાય જણતી વખતે દુખાવો સહન કરે છે, એવી જ રીતે હું એકવાર પાછો તમારી હાટુ દુખ ભોગવી રયો છું, હું આ દુખમાં ન્યા હુધી રેય જ્યાં હુધી તમે મસીહમાં હમજતા નો થય જાવ.
આપડે બીજાઓને મસીહના વિષે બતાવીએ છયી ઈ પુરા જ્ઞાન હારે જે પરમેશ્વરે આપણને આપ્યુ છે, બધાયને સેતવણી આપે છે, અને બધાયને શિક્ષણ આપે છે, જેથી કોય માણસ મસીહમા એક પાકો વિશ્વાસી બની હકે જઈ પરમેશ્વરની હામે ઉભો થય હકે.
એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.
હું, પાઉલ આ પત્ર લખી રયો છું, હું જેલખાનામાં છું કેમ કે, હું ઈસુ મસીહ વિષે પરચાર કરું છું, હે ફીલેમોન, અમારો ભાઈ તિમોથી અને મારી તરફથી તને સલામ. તુ અમારો વાલો મિત્ર છે, અને તુ મસીહ હાટુ એવી રીતે કામ કરે છે; જેવા કે અમે કરયા છે.
તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.