જઈ હું ઈ લોકોની હારે હોવ છું જેનો વિશ્વાસ નબળો છે, તો હું એની હામે એક હરખો વ્યવહાર કરું છું, જેથી તેઓને મસીહની વાહે હાલવામાં મદદ કરી હકુ. હવે હું દરેક પરકારના માણસો હાટુ એની જેમ બની ગયો કે, કોયને કોય રીતેથી મારા દરેક પ્રયત્ન દ્વારા કેટલાક લોકોને બસાવી હકુ.
ઈ નબળાયીના કારણે વધસ્થંભ ઉપર સઠાવવામાં આવ્યો, તો પણ પરમેશ્વરનાં સામર્થ્યથી જીવે છે, કેમ કે આપડે પણ એનામા નબળા છયી, આપડે એમ જ નબળા છયી જેમ મસીહ હતા, પણ પરમેશ્વરનાં સામર્થ્ય વડે આપડે તમારી હારે વ્યવહાર કરવા હાટુ એની હારે જીવશું.
મારા બાળકો, જેવી રીતે એક બાય જણતી વખતે દુખાવો સહન કરે છે, એવી જ રીતે હું એકવાર પાછો તમારી હાટુ દુખ ભોગવી રયો છું, હું આ દુખમાં ન્યા હુધી રેય જ્યાં હુધી તમે મસીહમાં હમજતા નો થય જાવ.
તમે જાણો છો કે, જેમ બાપ પોતાના બાળકોની હારે વ્યવહાર કરે છે, એવી જ રીતે અમે પણ તમારામાંથી દરેકને શિક્ષણ આપતા, અને પ્રોત્સાહિત કરતાં અને સેતવણી આપતા હતા.
પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.