1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:5 - કોલી નવો કરાર5 અને અમે કોયદી પણ ચાબોલ્યાની વાતો નથી કીધી, આ તમને ખબર છે, અને પુંજીની લાલસને હતાડવા હાટુ એવુ કાય કરતાં નોતા, જેની પરમેશ્વર સાક્ષી આપે છે કે, તેવા અમે નોતા. Faic an caibideil |
હું તમને વડીલોને વિનવણી કરું છું કે, ઈ લોકોની હંભાળ રાખો, જે તમારી મંડળીઓમાં છે. આવું ઈ રીતે કરો જેમ કે, તમે ભરવાડ છો જે પોતાના ઘેટાં-બકરાની દેખરેખ કરે છે. આ ઈ હાટુ નથી કે, તમારે ઈ કરવુ જોયી પણ તમે એને પોતાની ઈચ્છાથી કરો, જેવું પરમેશ્વર ઈચ્છે છે. એને કરવા હાટુ રૂપીયાની લાલસ નો કરો, એની બદલે એને ઉત્સાહથી કરો.