Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:2 - કોલી નવો કરાર

2 અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:2
27 Iomraidhean Croise  

જેથી પાઉલ અને બાર્નાબાસ ન્યા બોવ લાંબા વખત હુધી રોકાણા, તેઓ બીક વગર પરચાર કરતાં રયા કેમ કે, તેઓ પરમેશ્વર ઉપર નિર્ભર હતાં, એના દ્વારા સમત્કાર અને અદભુત કામો કરીને જાહેર કરતાં હતા કે, આ કૃપાની વિષે સાક્ષી હાસી હતી.


તઈ બિનયહુદી જાતિના લોકો અને યહુદી લોકોએ પોતાના આગેવાનોની હારે મળીને ગમાડેલા ચેલાઓનું અપમાન અને એની ઉપર પાણા મારવાની યોજના બનાવી.


ન્યાથી અમે ફિલિપ્પી શહેરમાં પુગીયા, જે મકદોનિયા પરદેશનું મુખ્ય શહેર અને રોમનોએ વસાવેલું છે, અને અમે ઈ શહેરમાં થોડાક દિવસ પુરતા રયા.


જઈ એના શેઠે જોયું કે, આપડી લાભની આશા વય ગય છે, તો પાઉલ અને સિલાસને પકડીને શહેરના સોકમાં અધિકારીઓની પાહે ખેસીને લય ગયા.


પણ પાઉલે એને કીધું કે, “અમે રોમન દેશના રેનારા છયી, અમને અપરાધી ઠરાવિયા વગર તેઓએ લોકોની હામે અમને મારયા, અને જેલખાનામાં નાખી દીધા, અને હવે અમને સાનામાના જાવા દયો છો, આવી રીતે સાનામાના અમે નય જાયી, પણ ઈ પોતે આવીને બારે લય જાય.”


પછી પાઉલ અને સિલાસ આમ્ફીપોલીસ અને આપલોનિયાના શહેરોમાં થયને થેસ્સાલોનિકા શહેરમાં આવ્યા, જ્યાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યા હતી.


ઈ હાટુ ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદી લોકો અને પરમેશ્વરની બીક રાખનારા બીજી જાતિના ભજનકરનારા લોકોને, અને સોકમાં જે લોકો એને મળતા હતાં, એની હારે કાયમ વાદ-વિવાદ કરયા કરતાં હતા.


તઈ પાઉલે યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં જયને ત્રણ મયના બીક રાખ્યા વગર બોલતો રયો, અને પરમેશ્વરનાં રાજ્યના વિષે વાદ-વિવાદ કરતો અને હમજાવતો રયો.


જઈ એણે પિતર અને યોહાનની હિમંતને જોય, અને ઈ જાણયું કે અભણ અને સીધો માણસ છે, તો સોકી ગયા, પછી ઈ ઓળખી ગયા કે ઈ ઈસુની હારે રયેલો હતો.


કેમ કે, આ તો અમારાથી નય થાય કે, અમે જે જોયું છે અને અમે જે હાંભળ્યું છે, એના વિષે નો બતાવી.”


જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.


ઈ આ વાતુથી રાજી થયને મોટી સભાની હામેથી વયા ગયા કે, અમે ઈસુ હાટુ અપમાનિત થાવાને લાયક તો બન્યા.


આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.


ઈ હાટુ આવી આશા રાખીને આપડે હિંમતથી બોલી છયી,


હું ઈચ્છું કે, તમે જાણી લ્યો કે, તમારી હાટુ અને તેઓની હાટુ લાઓદિકિયા શહેર છે, અને તેઓ બધાયની હાટુ જેઓને મે નથી જોયા, હું કેટલી મેનત કરું છું


કેમ કે, આપડા પરભુ ઈસુ વિષે હારા હમાસાર તમારી પાહે નો ખાલી બોલવાથી પણ સામર્થ્યથી, અને પવિત્ર આત્માથી અને પુરા વિશ્વાસની હારે તમારી પાહે પુગી છે, અને તમે જાણો છો કે, જઈ અમે તમારી હારે હતાં તઈ અમે તમારી ભલાય હાટુ કેમ રયા.


આ કારણથી હું આયા જેલખાનામાં પણ દુખ સહન કરું છું, પણ હું શરમાતો નથી કેમ કે, હું મસીહને ઓળખું છું જેની ઉપર મે વિશ્વાસ કરયો છે, અને મને પાકી ખાતરી છે કે, એના પાછા આવવાના વખત હુધી ઈ એની રખેવાળી કરશે જે એણે મને આપ્યુ છે.


મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.


Lean sinn:

Sanasan


Sanasan