10 તમે બધાય વિશ્વાસ કરનારાઓની હારે આપડો વ્યવહાર કેવો પવિત્ર અને ન્યાયી અને ભૂલ કરયા વગરનો હતો, એના તમે પોતે અમારા સાક્ષી છો, અને પરમેશ્વર પણ સાક્ષી છે.
કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.
પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.
અને અમે કોયદી પણ ચાબોલ્યાની વાતો નથી કીધી, આ તમને ખબર છે, અને પુંજીની લાલસને હતાડવા હાટુ એવુ કાય કરતાં નોતા, જેની પરમેશ્વર સાક્ષી આપે છે કે, તેવા અમે નોતા.