9 એની વિરુધ ઉભા રય જાવ. મસીહ અને એના સંદેશા ઉપર વિશ્વાસમા મજબુત રયો, ઈ યાદ કરતાં કે, આખા જગતના તમારી હારના વિશ્વાસીઓ આવી રીતની કઠણાયનો સામનો કરી રયા છે.
અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”
પણ માણસ સહન નો કરી હકે એવું કોય પરીક્ષણ તમને થાતું નથી. વળી પરમેશ્વર વિશ્વાસુ છે, ઈ તમારી તાકાત પરમાણે પરીક્ષણ તમારી ઉપર આવવા દેહે નય; પણ તમે ઈ સહન કરી હકો, ઈ હાટુ પરીક્ષણ હારે છુટકારાનો મારગ પણ રાખશે.
આયા એક બીજી વાત છે. જેમ એક સિપાય ઢાલ લયને પોતાની ઉપર આવનાર વેરીઓના તીરથી પોતાની જાતને બસાવે છે, એવી જ રીતે મસીહ ઉપર મજબુત વિશ્વાસ રાખો કે, મસીહ તમને શેતાન દ્વારા નુકશાન પુગાડવાથી બસાવીને રાખે.
કેમ કે, તમારાથી હું આઘો છું, તો પણ હું તમારા વિષે વિચારતો રવ છું, અને હું ઈ જોયને બોવ રાજી છું કે, તમે એક હારે થયને એમ જ જીવો છો જેમ તમારે જીવવું જોયી અને મસીહમા તમારો વિશ્વાસ મજબુત છે.
એક હારા સિપાયની જેમ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા અને એની સેવા કરવા હાટુ કોશિશ કર. અને અનંતકાળનું જીવન મેળવ, જેની હાટુ તને બોલાવવામાં આવ્યો છે, અને બધાય લોકોની હામે તે પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાનું હોતન કબુલ કરયુ હતું.
એક કારણ જેની હાટુ પરમેશ્વરે તમને ગમાડીયા છે, ઈ આ છે કે તમે પીડા સહન કરો. જઈ મસીહે તમારી હાટુ પીડા સહન કરી, ઈ તમારી હાટુ એક દાખલો બની ગયો, જેથી તમે એણે જે કરયુ એનુ અનુસરણ કરો.
પણ ભલે તમે દુખી હો કેમ કે, તમે જે કરયુ ઈ હાસુ હતું, પરમેશ્વર તમને આશીર્વાદ દેહે. “એવી વસ્તુથી નો બીવો જેનાથી બીજા બીવે છે; અને હેરાન નો થાવ જઈ લોકો તમારી હારે ભુંડો વેવાર કરે છે.”
એની બદલે, રાજી થાવ કે, તમને હોતન એવી વસ્તુઓથી પીડા છે, જે મસીહે સહન કરયા. જઈ તમે પીડા ભોગવો છો તઈ હરખાવ, જેથી તમે બોવજ રાજી થાહો, જઈ મસીહ પાછો આયશે અને બધાયને દેખાડશે કે, ઈ કેટલો મહિમાવાન છે.
તઈ એમાંથી દરેકને એક સફેદ લુગડા આપવામાં આવ્યા, અને પરમેશ્વરે એને કીધું કે, થોડીકવાર હુધી આરામ કરો, કેમ કે અત્યારે પણ તમારા થોડાક સાથી કામદારો અને તમારા સાથી વિશ્વાસી લોકો છે જેને તમારી જેમ જ મારી નાખવામાં આયશે, જઈ મરી જનારાઓની સંખ્યા પુરી થય જાહે, તઈ જ હું બદલો લેય.
મે એને કીધુ કે, “હે સાહેબ, હું નથી જાણતો પણ તુ જાણ છો.” એણે મને કીધુ કે, “આ ધોળા લુગડા પેરેલા લોકો તેઓ છે, જેઓનું મોત દુખના મોટા વખતે થયુ હતું આ ઈ લોકો છે જેઓએ ઘેટાના બસ્સાના લોહીથી પોતાને શુદ્ધ કરી લીધા છે.