7 પરમેશ્વરને તમારી બધીય હેરાનગતિઓ અને સીંતાઓ જણાવો કેમ કે, ઈ તમારી સીંતા કરે છે.
તમારામાંનો કોય પણ માણસ ઉપાદી કરીને પોતાના જીવનની એક પળ પણ વધારી હકતો નથી!
અને લુગડા હાટુ ઉપાદી કરતાં નય કેમ કે, ખેતરના ફૂલોને વિષે વિસારો ઈ કેવા વધે છે; તેઓ નથી કામ કરતાં કે પોતાની હાટુ લુગડા બનાવતા.
ઈ હાટુ તમે ઉપાદી કરીને એમ નો કેતા કે, અમે શું ખાહું? કા અમે શું પીહું? કા અમે શું પહેરીશું?
અને ઈસુ પાછળના ભાગમાં ઓશિકા ઉપર માથું રાખીને હુતો હતો. તઈ તેઓએ એને જગાડીને કીધુ કે, “હે ગુરુ, આપડે બધાય ડૂબવાના છયી અને તને કાય સીન્તા જ નથી!”
ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા દેહના જીવનની હાટુ ઉપાદી નો કરો કે, કે શું પેરશું, ખરેખર તમારુ જીવન ખોરાકથી અને તમારા પેરવાના લુગડાથી વધારે કિંમતી છે.
જેથી જો તમે નાનું કામ પણ કરી હકતા નથી, તો તમે જીવનમાં બીજી બાબતોના વિષે ઉપાદી હુકામ કરો છો?
ઈ હાટુ ભાગી જાયી છે કેમ કે, ઈ મજુર છે, અને એને ઘેટાઓની ઉપાદી નથી.
કોય પણ વાતની સીંતા નો કરો, પણ એની કરતાં દરેક પરિસ્થિતિમાં તમારી અરજ, પ્રાર્થના અને વિનવણીનો આભાર માનતા પરમેશ્વરની હામે રજૂ માં આવે.