હું તમને કવ છું કે, “ઈ પેલો નય, પણ ઈ વેરો ઉઘરાવનારો જ પરમેશ્વરની હામે ન્યાયી ઠરયો, અને ઈ પોતાના ઘરે વયો ગયો, કેમ કે, જે કોય માણસ પોતાને ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરવામાં આયશે.”
મસીહ બધાય લોકોને પાપ અને મરણમાંથી છોડાવવા હાટુ પોતાની જાતને બલિદાન કરી દીધો એના બલિદાન દ્વારા પરમેશ્વરે હાસા વખતે આ સાબિત કરયુ કે, ઈ બધાય લોકોને બસાવવા માગે છે.
હવે ખરા વખતે, પરમેશ્વરે આ હારા હમાસારને આપડી હામે પરગટ કરી અને આપડે એનો પરચાર બધાયની વસે કરી છયી. પરમેશ્વર આપડા તારનારે આ આજ્ઞા આપતા મને જવાબદારી આપી કે, એની હાટુ આ કામ કરૂ.