Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 5:2 - કોલી નવો કરાર

2 હું તમને વડીલોને વિનવણી કરું છું કે, ઈ લોકોની હંભાળ રાખો, જે તમારી મંડળીઓમાં છે. આવું ઈ રીતે કરો જેમ કે, તમે ભરવાડ છો જે પોતાના ઘેટાં-બકરાની દેખરેખ કરે છે. આ ઈ હાટુ નથી કે, તમારે ઈ કરવુ જોયી પણ તમે એને પોતાની ઈચ્છાથી કરો, જેવું પરમેશ્વર ઈચ્છે છે. એને કરવા હાટુ રૂપીયાની લાલસ નો કરો, એની બદલે એને ઉત્સાહથી કરો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 5:2
41 Iomraidhean Croise  

તમે તો ઘેટાઓની નાની ટોળી જેવા છો, કોય પણ વાતુના લીધે બીવમાં, કેમ કે, તમારા બાપ જે સ્વર્ગમા છે એને આ હારું લાગે છે કે, ઈ તમને રાજ્ય આપે.


હું જાણું છું કે મારા ગયા પછી ખોટા શિક્ષકો તમારી વસ્સે આયશે અને વિશ્વાસી લોકોને બોવ નુકશાન કરશે, ઈ ઘેટાને મારી નાખનારા ભયંકર વરુની બાજુથી હશે.


પણ પાઉલે જવાબ દીધો કે, “તમે શું કામ, રોય-રોયને મારું હ્રદય દુભાવો છો? હું તો પરભુ ઈસુના નામ હાટુ યરુશાલેમ શહેરમાં બંધાવા હાટુ જ નય, મરવા હાટુ હોતન તૈયાર છું.”


ઈ હાટુ હું તમને પણ જે રોમ શહેરમાં રયો છો, હારા હમાસાર હંભળાવવા હાટુ ઉતાવળે તૈયાર છું.


એવો કયો સિપાય છે જે પોતાના ખરસે યુધ્ધમાં જાય છે? દ્રાક્ષાવાડી રોપીને એનું ફળ કોણ ખાતો નથી? અને કોણ જનાવર પાળીને એનું દુધ પીવાની આશા રાખતો નથી?


ઈ એક દારૂડિયો કે એવો માણસ હોવો જોયી નય, જે સદાય બાધણું કરે છે, પણ દયાળુ, અને શાંત સ્વભાવનો માણસ હોવો જોયી, અને રૂપીયાનો લોભી હોય નય.


ઈ જ પરમાણે મંડળીમાં મદદ કરનારા સેવકો શાંત હોવા જોયી અને બે બોલી બોલનારા, દારૂપીનારા કે, રૂપીયાના લાલસુ નો હોવા જોયી.


આવા લોકોને શિક્ષણ આપવાની પરવાનગી નો આપ, કેમ કે, જઈ તેઓ આ વાતુ શિખવે છે, જે તેઓએ શીખવવી જોયી નય, અને તેઓ પુરા વિશ્વાસી પરિવારને બરબાદ કરી નાખે છે. તેઓ આવું કરીને રૂપીયા કમાવાનું ઈચ્છે છે.


કેમ કે, આગેવાન પરમેશ્વરનો કારભારી હોવાના લીધે નિરદોષ હોવો જોયી, અભિમાન કરનારો નય, ગુસ્સો કરનારો નય, દારૂડિયો નય, બાધણા કરનારો નય કે, રૂપિયાનો લાલસુ હોવો જોયી નય.


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


વિશ્વાસી લોકોને યાદ અપાવ કે, રાજસત્તા અને અધિકારીઓને આધીન રે અને તેઓની આજ્ઞાનું પાલન કર અને બીજાની હાટુ બધાય હારા કામ કરવા તૈયાર રે.


પણ હું તારી સહમતી વગર કાય પણ નો કરી હકયો. હું ઈચ્છું કે, તુ આ મદદ ઈ હાટુ કર કેમ કે, તુ એને કરવા ઈચ્છ છો, ઈ હાટુ નય કે, મે તારા ઉપર આવું કરવા હાટુ ફરજ પાડી.


ક્યાક કોય પરમેશ્વરની કૃપા પામ્યા વગર રય નો જાય, કડવો છોડ મુળયેથી ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પુગાડે છે. તમારામાંનો કોય એના જેવો નો થાય ઈ હાટુ સાવધાન રયો.


આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.


Lean sinn:

Sanasan


Sanasan