આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.
તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.
અને મસીહ બધાય લોકોની હાટુ મરી ગયો, જેથી અત્યારે જે જીવતા છે, તેઓ પોતાની જાતને રાજી કરવા હાટુ નય પણ જે તેઓની હાટુ મરી ગયો અને મરણમાંથી પાછો જીવતો થય ગયો એની હાટુ જીવે.
અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.
તમારે પોતાના માલિકોની આજ્ઞા પાળવી જોયી, ખાલી તઈ જ નય જઈ ઈ તમને જોતા હોય કે ખાલી એને હારુ લગાડવા હાટુ, પણ તમે મસીહના ચાકરો છો, ઈ હાટુ તમારે પોતાના પુરા મનથી ઈ જ કરવુ જોયી, જે પરમેશ્વર ઈચ્છે છે કે, ઈ તમે કરો.
ઈ હાટુ જે દીવસથી આ હાંભળ્યું છે, અમે પણ સદાય તમારી હાટુ આ પ્રાર્થના કરી રયા છયી, અને પરમેશ્વરને વિનવણી કરી છયી જેથી પરમેશ્વરની આત્મા તમે જ્ઞાન અને બુદ્ધિ આપે જેનાથી તમે ઈચ્છાઓને પુરી રીતે હમજી હકો.
એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.
અને કેમ કે, તમારે તમારા સ્વર્ગમાંના બાપની વાત માનવી જોયી, જેમ, બાળકોને આયા પૃથ્વી ઉપર પોતાના બાપની વાત માનવી જોયી, પેલા જેવા ખરાબ કામ નો કરો જે તમે પેલા કરવા ઈચ્છા હતાં, જઈ તમે પરમેશ્વરની વિષે હાસાયને જાણતા નોતા.