Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 4:16 - કોલી નવો કરાર

16 પણ મસીહ હોવાના કારણે જો તમે દુખ સહન કરો, તો શરમાતા નય, પણ પરમેશ્વરની મહિમા કરો કેમ કે, તમે મસીહના છો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 4:16
20 Iomraidhean Croise  

અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.


રાજા આગ્રીપાએ પાઉલને કીધું કે, “શું તુ થોડાક વખત હમજાવવાથી મને મસીહી બનાવવા માગે છે?”


પણ તારો વિસાર શું છે? ઈ અમે તારાથી હાંભળવા માંગી છયી, કેમ કે અમે જાણી છયી કે, દરેક જગ્યાએ આ પરભુના મારગની વિરોધમાં લોકો વાતો કરે છે.”


ઈ આ વાતુથી રાજી થયને મોટી સભાની હામેથી વયા ગયા કે, અમે ઈસુ હાટુ અપમાનિત થાવાને લાયક તો બન્યા.


મારી બોવ ઈચ્છા અને આશા આ છે કે, હું કોય વાતોમાં આબરૂ વગરનો નો થાવ, પણ મને ઈસુ મસીહ વિષે બોલવાની હિંમત થાય, જેમ કે, મે પેલાના દિવસોમાં કરયુ હતું. ભલે હું જીવતો રવ કે, મરી જાવ, પણ હું મારા પુરા જીવનથી ઈસુ મસીહને માન આપતો રેય.


કેમ કે, પરમેશ્વરે તમને ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવાનું નય પણ એની જેમ દુખ સહન કરવા હાટુ કૃપા આપી છે કેમ કે, તમે એની ઉપર વિશ્વાસ કરો છો.


આ કારણથી હું આયા જેલખાનામાં પણ દુખ સહન કરું છું, પણ હું શરમાતો નથી કેમ કે, હું મસીહને ઓળખું છું જેની ઉપર મે વિશ્વાસ કરયો છે, અને મને પાકી ખાતરી છે કે, એના પાછા આવવાના વખત હુધી ઈ એની રખેવાળી કરશે જે એણે મને આપ્યુ છે.


તેઓ ઈ જ છે જે ઈસુ મસીહના હારા નામની વિરુધ ખરાબ વાતો બોલે છે, ઈ મસીહના તમે છો.


એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


જો કે, મસીહના નામને કારણે તમારુ અપમાન થાય, તો તમે આશીર્વાદિત છો કેમ કે, મહિમાનો અને પરમેશ્વરનો આત્મા તમારા ઉપર રેય છે.


ઈ હાટુ જે પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખ સહન કરે છે, ઈ હારુ કામ કરવાનું સાલુ રાખતા પોતાના જીવને વિશ્વાસુ એવા પરમેશ્વર હોપે.


Lean sinn:

Sanasan


Sanasan