Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 4:11 - કોલી નવો કરાર

11 જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 4:11
47 Iomraidhean Croise  

અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ શેતાનથી અમને બસાવ. કેમ કે, રાજય અને પરાક્રમ અને મહિમા સદાય હાટુ તમારા જ છે. આમીન.


જઈ ઈ બારે વયો ગયો, તો ઈસુએ કીધું કે, “હવે માણસના દીકરાની મહિમા થય છે, અને પરમેશ્વરની મહિમા એનાથી પરગટ થય છે.


આ જ મુસા એક આગમભાખીયાના રૂપમાં આપડા વડવાઓની હારે હતો, જઈ ઈ વગડામાં એક હારે ભેગા હતાં ન્યા સિનાઈ ડુંઘરા ઉપર મુસાને સ્વર્ગદુત દ્વારા જીવનદેનારા વચન મળ્યા અને એણે એને અમારી લગી પુગાડી દીધા.


કેમ કે, બધુય પરમેશ્વર પાહેથી જ આવે છે. એણે બધુય બનાવી લીધું છે, અને બધુય એનુ જ છે. ઈ કાયમ હાટુ મહિમા પ્રાપ્ત કરવુ જોયી! આમીન.


કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.


ઈ એકલા જ્ઞાની પરમેશ્વરને, ઈસુ મસીહ દ્વારા, અનંતકાળ હુધી મહિમા થાય. આમીન.


એક યહુદી હોવામાં બોવ જ લાભ છે. બધાયથી મહત્વનું આ છે કે, પરમેશ્વરનાં વચનો તેઓને હોપવામાં આવ્યા છે.


છેલ્લે, હું તમને ઈ કેવા માગું છું કે, તમારી ઈચ્છા હોય તો ખાવો, પીવો, અને જે કાય કરો પરમેશ્વરની મહિમા હાટુ કરો.


જુદી જુદી પરકારના વરદાનો હોય છે, પણ આત્મા એકનો એક જ છે.


પરમેશ્વરની મારી ઉપર થયેલી કૃપા પરમાણે કુશળ કારીગર તરીકે મેં પાયો નાખો છે; અને એની ઉપર કોય બીજો બાંધે છે. પણ પોતે એની ઉપર કેવી રીતે બાંધે છે ઈ વિષે હરેકને સાવધન રેવું જોયી.


કેમ કે, પરમેશ્વરે તમને કિમંતની જેમ પોતાનું જીવન દેયને તમને બસાવી લીધા છે, ઈ હાટુ પોતાના દેહ દ્વારા પરમેશ્વરની મહિમા કરો.


કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે.


કેમ કે, બીજાઓને મદદ કરવા હાટુ આપવાની સેવાથી બોવ બધા લોકો પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, કેમ કે, તમે મસીહના હારા હમાસાર હાસા છે એવી કબુલાત કરી છે, અને હવે એનું પાલન પણ કરો છો, અને ગરીબ વિશ્વાસીઓ અને બધાય વિશ્વાસીઓની મદદ પણ કરતાં હોય.


હું ઈચ્છું છું કે, તમે તે મહાન અને શકિતશાળી સામર્થ્ય વિષે જાણો જે પરમેશ્વરની પાહે આપડા હાટુ છે, જે મસીહ ઉપર વિશ્વાસ કરે છે. ઈ આપડી હાટુ શકિતશાળી સામર્થ્ય છે.


કોય ભુંડી વાત તમારા મોઢાથી નો નીકળે પણ ઈ વાતોને કેય જે લોકોની હાટુ જરૂરી છે જે એને વિશ્વાસમાં મજબુત બનવામાં મદદ કરે. તઈ જે કાય પણ તમે કેહો તો ઈ તમારા હાંભળનારનું ભલું કરશે.


જે કાય આપડા પરભુ ઈસુ મસીહે કરયુ છે એના કારણે કાયમ આપડા પરમેશ્વર બાપની બધીય વાતુ હાટુ આભાર માનો.


અંતમાં, પરભુના શક્તિશાળી સામર્થ્યથી મજબુત બનો.


અને પરમેશ્વરની મહિમા અને મોટાય હાટુ ઈ ન્યાયીપણાની રીતે આપડા જીવનનો વ્યવહાર કરો જે ઈસુ મસીહ દ્વારા થાય છે.


અને પરમેશ્વર બાપની મહિમા હાટુ દરેક જગ્યાએ દરેક માણસ કબુલ કરે કે, ઈસુ મસીહ પરભુ છે.


તમે સદાય દયાભાવથી વાતો કરો, અને એવી વાતો ક્યો; જે મનભાવથી હોય જેથી તમને દરેક માણસોને હારી રીતેથી જવાબ દેતા આવડી જાહે.


પરમેશ્વરે આપણને લાયક હમજીને હારા હમાસાર હોપ્યા છે. ઈ હાટુ આપડે માણસોને રાજી કરવા હાટુ નય, પણ આપડા હ્રદયને ઓળખનારા પરમેશ્વરને રાજી કરવા હાટુ શિક્ષણ આપી છયી.


હવે અનંતકાળનો રાજા, જેનો કોય દિ વિનાશ થાતો નથી, જે દેખાતો નથી, અને ખાલી એક જ પરમેશ્વર છે એને અનંતકાળ માન અને મહિમા હોય, આમીન.


ખાલી એકમાત્ર ઈ જ છે; જે કોય દિવસ નય મરે, અને એની પાહે કોય જય નય હકે એવા સમકતા અજવાળામા રેય છે, અને કોય માણસે એને નથી જોયો અને ક્યારેય પણ કોય એને જોય નય હકે, એનુ માન અને સામર્થ સદાય હાટુ રેહે, આમીન.


પણ તિતસ તારે વિશ્વાસીઓને ખાલી ઈ જ શીખવાડવું જોયી; જે ઈસુ મસીહની વિષે હાસા શિક્ષણ પરમાણે હોય.


ઈ હાટુ તિતસ હું ઈચ્છું છું કે, તુ ક્રીતના વિશ્વાસીઓને આ વાતો શીખવ, જે મે તને કીધી છે. હંમજાય અને જ્યાં જરૂરી હોય, ન્યા તેઓને સુધારો કરયા કર, તને એવુ કરવાનો અધિકાર છે નક્કી કર કે, જે કાય પણ તુ શિખવાડ છો, એને કોય નજર અંદાજ નો કરે.


જે તમારી આગેવાની કરનારા હતા, અને જેઓએ તમને પરમેશ્વરનાં વચનો હંભળાવ્યા છે, તેઓને યાદ કરો, અને ધ્યાનથી તેઓના વિતાવેલા જીવન વિષે વિસાર કરો અને પરમેશ્વર ઉપર તેઓનો વિશ્વાસ જોયને તેઓની જેમ કરો.


કેમ કે આટલા વખતમાં તો તમારે શિક્ષક બની જાવા જેવું હતું, પણ અત્યારે તો પરમેશ્વરનાં વચનના પાયાનો દાખલો કયો હતો, ઈ કોય તમને પાછુ શીખવાડે એવી જરૂર ઉભી થય છે; અને એમ એવા બાળકની જેવા થયા છો કે, જેને દુધની જરૂરિયાત છે અને જે ભારે ખોરાક ખાય હકે એમ નથી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ વાત તમે જાણી લ્યો, દરેક માણસ હાંભળવા હાટુ ઉતાવળો અને બોલવામા ધીરો અને ગુસ્સો કરવામા ધીમો રેય.


જેથી કોય પોતાની જાતને ભગત હમજે છે, પણ પોતાની જીભ ઉપર લગામ નો રાખે, તો ઈ પોતાની જાતને દગો આપે છે અને એની ભગતી નકામી છે.


એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.


વિશ્વાસીઓને ઈ બધાય વરદાનોનો ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે દરેકને બીજાઓની સેવા કરવા હાટુ દીધા છે, એને જુદા-જુદા વરદાનોનો હારી રીતે ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે કૃપાથી તેઓને દીધા છે.


પણ મસીહ હોવાના કારણે જો તમે દુખ સહન કરો, તો શરમાતા નય, પણ પરમેશ્વરની મહિમા કરો કેમ કે, તમે મસીહના છો.


હું પ્રાર્થના કરું છું કે, ઈ શક્તિશાળી રૂપે સદાય હાટુ રાજ્ય કરશે. આમીન.


ઈ એક જ હાસો પરમેશ્વર છે. પરભુ ઈસુ મસીહે આપડી હાટુ જે કરયુ છે, એના દ્વારા એણે આપણને બસાવ્યા છે પરમેશ્વર મહિમામય, મહાન અને શક્તિશાળી હતો અને એણે વખતની શરુઆત પેલા મહાન અધિકારથી રાજ્ય કરયુ, ઈ હજીય એવો જ છે અને સદાય હાટુ એવો જ રેહે. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan