Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 3:9 - કોલી નવો કરાર

9 ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 3:9
26 Iomraidhean Croise  

જે કોયે ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ, બાળકો અને ખેતરો મારા નામને લીધે મુકી દીધા છે, ઈ હો ગણા પામશે અને અનંતકાળના જીવનનો વારસો મેળવશે.


તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે.


પણ હું તમને કવ છું કે, શેતાન હોય એની વિરુધ નો થાઓ, પણ જે કોય તારા જમણા ગાલ ઉપર લાફો મારે તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો.


પણ હું તમને આ કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખવો અને જેઓ તમને હેરાન કરે છે, તેઓની હાટુ પ્રાર્થના કરો.


જઈ ઈસુ અને એના ચેલાઓ નીકળીને મારગ ઉપર જાતા હતાં, તઈ એક માણસ એની પાહે ધોડીને આવ્યો, અને એની હામે ઘુટણે પડીને માન આપતા પુછયું કે, “હે ઉતમ ગુરુ, હું શું કામ કરું જેથી પરમેશ્વર મને અનંતકાળનું જીવન આપે?”


જઈ એક દિવસ ઈસુ લોકોને શિક્ષણ આપતા હતા, તઈ યહુદી નિયમના શિક્ષકોમાંના એકે ઉભા થયને એની પરીક્ષા લેતા ઈસુને પુછયું કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?”


એક અધિકારીએ ઈસુને પુછયું કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?”


તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને હરાપ આપતા નય.


ભૂંડાઈના બદલે કોયનું ભુંડુ નો કરો, જે વાતો બધાય માણસોની નજરમાં હારી છે, ઈ કરવાની કાળજી રાખો.


અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.


પછી જેને પરમેશ્વરે પેલાથી જ પાકુ કરી લીધું, એને ગમાડી લીધો, અને જેને ગમાડયો, એને ન્યાયી પણ જાહેર કરયો છે, અને જેને ન્યાયી જાહેર કરયો છે, એને મહિમા પણ દીધી છે.


મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી બિનયહુદીઓને ઈ જ આશીર્વાદ પ્રાપ્ત થાય, જેનો વાયદો પરમેશ્વરે ઈબ્રાહિમની હારે ઈસુ મસીહના દ્વારા કરયો હતો, અને મસીહના ઉપર વિશ્વાસ દ્વારા જેનું વચન આપ્યુ છે, ઈ પરમેશ્વરનો આત્મા પ્રાપ્ત કરે જેનો એણે આપણને આપવાનો વાયદો કરયો હતો.


એક-બીજા ઉપર દયાળુ અને માયાળુ થાવ, અને જેમ પરમેશ્વરે મસીહમાં તમારા અપરાધ માફ કરયા, એમ જ તમે પણ એક-બીજાના અપરાધો માફ કરો.


તમે આ વાતનું ધ્યાન રાખો કે, કોય પણ તમારી હારે ખરાબ કરે તો એના બદલે ખરાબ નો કરો, પણ કાયમ તમે એકબીજાની અને બધાયની ભલાય કરવા હાટુ કોશિશ કરો.


તમને ખબર છે કે, પછી જઈ એસાવ પોતાના બાપના આશીર્વાદ મેળવવા ઈચ્છતો, તઈ એને નો આપવામાં આવ્યા, અને રોય-રોયને એણે આશીર્વાદ માગવાની કોશિશ કરી તો પણ એણે જે કરયુ હતું એણે મન બદલવાનો કોય અવસર નો મળ્યો.


અને કીધું કે, “હું તમને હાસો-હાસ બોવ જ આશીર્વાદ આપય, અને હું તારા વંશજોની સંખ્યા ગણાય નય એટલી કરય.”


પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.


Lean sinn:

Sanasan


Sanasan