Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 3:8 - કોલી નવો કરાર

8 મારા પત્રના આ ભાગને પુરો કરવા હાટુ, હું તમને બધાયને કવ છું કે, તમે જે વિસારો છો એમા એક-બીજાથી સહમત થાવ. એક-બીજા પ્રત્યે ભાઈઓના જેવી લાગણી રાખો. એક-બીજાની હારે એક જ પરિવારના સભ્યો રૂપે પ્રેમ કરો. એક-બીજા ઉપર સહાનુભુતિ રાખો. નમ્ર થાવ.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 3:8
32 Iomraidhean Croise  

જેવી રીતે મે તારા ઉપર દયા કરી અને તારૂ લેણું માફ કરયુ એમ જ શું તારે તારા સાથી ચાકરનું લેણું માફ કરવુ વ્યાજબી નોતું?”


જઈ એક સમરૂન પરદેશના એક માણસ હાલતા હાલતા ન્યા પુગ્યો, જ્યાં ઈ ઘાયલ પડયો હતો, ઈ ન્યા આવ્યો તઈ એને જોયને એને દયા આવી.


યહુદી લોકોના પસાસમાના તેવારના દિવસે, તેઓ બધાય એક જગ્યાએ ભેગા થયા હતા.


બીજા દિવસે અમે સિદોન શહેરમાં પુગી ગયા, અને જુલિયસે પાઉલ ઉપર કુર્પા કરીને એના મિત્રોની ન્યા જાવા દીધા કે એની પાહેથી જરુરી વસ્તુઓ લીયાવ્યા.


ઈ જગ્યાની આજુ-બાજુ ઈ ટાપુના સરદાર પબ્લિયસની જમીન હતી, એણે અમને પોતાના ઘરે લય જયને ત્રણ દિવસ હુધી પ્રેમ અને મિત્રભાવથી મેમાનગતી કરી.


બધાય વિશ્વાસી લોકો એક મન અને ચિતના હતાં, ન્યા લગી કે, કોય પણ વિશ્વાસી એવું નોતો કેતો કે, આ મિલકત મારી છે, પણ જે કાય એક-બીજા પાહે હતું એને ભેગુ કરીને જરૂરીયાત મુજબ ભાગ પાડી લેતા હતા.


ભાઈઓની પ્રત્યે જેવો ગાઢ પ્રેમ એક-બીજાની ઉપર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને વધારે ગણો.


હું પ્રાર્થના કરું છું કે, ધીરજ અને પ્રોત્સાહનના પરમેશ્વર તમને મસીહ ઈસુનું અનુસરણ કરતાં એક-બીજાની હારે શાંતિથી રેવામાં મદદ કરે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારામાંથી આપડા પરભુ મસીહ ઈસુના નામમાં તમને એવું કરવા આવકારૂ છું જેમ કે, એક જ વિસાર રાખીને અને એક જ હેતુની હારે એકબીજાની હારે હું એક મન અને એક મત સ્થાપિત કરવા વિનવણી કરું છું


ઈ હાટુ જો આપડા દેહના એક અંગમાં દુખાવો થાય તો આખાય દેહને દુખ થાય છે. અને એવી જ રીતે જો આપડા દેહના એક અંગને હારી રીતે હંભાળ રાખવામાં આવે તો આખોય દેહ રાજી છે.


એટલે કે, બધીય ગરીબાય અને નમ્રતા અને ધીરજ ધરીને પ્રેમથી એક-બીજાની ભુલને સ્વીકારો.


બધાય પરકારની કડવાશ અને ગુસ્સો, કોપ, દેકારો, અપમાન, અને બધાય પરકારની નિંદા કરવાનું બંધ કરો.


એક-બીજા ઉપર દયાળુ અને માયાળુ થાવ, અને જેમ પરમેશ્વરે મસીહમાં તમારા અપરાધ માફ કરયા, એમ જ તમે પણ એક-બીજાના અપરાધો માફ કરો.


પોતાના ફાયદા અને અભિમાન હાટુ કાય નો કરો, પણ દરેકે નમ્રભાવથી પોતાના કરતાં બીજાને વધારે લાયક ગણવા.


ગમે એમ હોય, તોય પણ આપડે હજી હુધી જેમ અનુસરણ કરયુ છે ઈ જ રીતે હજીય આગળ વધી.


ઈ હાટુ જઈ કે, પરમેશ્વરે તમને પોતાના પવિત્ર લોકો થાવા હાટુ ગમાડયો છે અને તમને પ્રેમ કરે છે, મોટી દયા, ભલાય, દયાળુ, નમ્ર, અને સહનશીલતા અપનાવો.


ભાઈ અને બેહેનની જેમ એક-બીજાને પ્રેમ કરતાં રયો.


કેમ કે, જો તમે બીજાઓની ઉપર દયાળુ નથી, તો પરમેશ્વર પણ તમારી ઉપર દયા કરશે નય. જઈ ઈ ન્યાય કરશે. પણ જો કોય બીજાઓની ઉપર દયા કરશે, તો પરમેશ્વર પણ એની ઉપર દયા કરશે જઈ ઈ ન્યાય કરશે.


પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.


જોવો આપડે દુખોના વખતે ધીરજ રાખનારાનો આભાર માની છયી. તમે અયુબ નામના એક માણસની ધીરજ વિષે હાંભળ્યું હશે, અને તમે ઈ પણ જાણો છો કે, પરભુએ છેલ્લે કેવી રીતે એની મદદ કરી. કેમ કે, પરભુ બોવ દયાળુ અને કૃપાળુ છે.


કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.


તમે બધાય લોકોને માન આપો, બધાય ભાઈઓ ઉપર પ્રેમ રાખો તમારા સાથી વિશ્વાસીઓ ઉપર પ્રેમ રાખો. પરમેશ્વરથી બીવો અને રાજાને માન આપો.


હવે હું તમને જુવાનને એમ કેય કે, તમારે સભામાં ગવઢા વડવા માણસોની વાતનું પાલન કરવુ જોયી. તમારે બધાય વિશ્વાસીઓને એક-બીજાની પ્રત્યે નમ્રતાથી કામ કરવુ જોયી, કેમ કે, આ હાસુ છે કે, “પરમેશ્વર અભિમાની માણસનો વિરોધ કરે છે, પણ ઈ એની હારે કૃપા કરે છે જે નમ્ર છે.”


અને તમારે નો ખાલી એવી રીતે જીવવું જોયી જે પરમેશ્વરને માન આપે, પણ તમારે એકબીજા ઉપર પોતાના પરિવારના સભ્યોની જેમ પ્રેમ કરવો જોયી અને એવી જ રીતે તમારે બધાય લોકોને પણ પ્રેમ કરવો જોયી.


આપડે જાણી છયી કે, આપડે મરણની તાકાતમાંથી આઝાદ થય ગયા છયી અને હવે આપડી પાહે અનંતજીવન છે કેમ કે, આપડે પોતાના ભાઈઓથી પ્રેમ રાખી, જે પ્રેમ નથી રાખતા, ઈ મરણની પથારીમાં રેય છે.


Lean sinn:

Sanasan


Sanasan