1 પિતરનો પત્ર 3:5 - કોલી નવો કરાર5 જે બાયુ બોવ પેલાના વખતમાં રેતી હતી અને પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી હતી, અને એની ઉપર પોતાની આશા રાખતી હતી, ઈ પોતાના ધણીઓની આજ્ઞા માનીને પોતાને હણઘારતી હતી. Faic an caibideil |
અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.
આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.