Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 3:22 - કોલી નવો કરાર

22 મસીહ પરમેશ્વરનાં જમણા હાથ ઉપર છે ઈ સ્વર્ગમા ગયો. સ્વર્ગદુતો અને અધિકારીઓ અને બધીય સત્તાઓ એની આધીન છે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 3:22
24 Iomraidhean Croise  

જેમ કે, પરભુ પરમેશ્વરે મારા પરભુને કીધુ કે, તારા વેરીઓને હું તારા પગ હેઠે નો પાડુ ન્યા હુંધી તું મારા જમણે હાથે બેહજે.”


ઈસુએ પાહે આવીને તેઓને કીધુ કે, “સ્વર્ગમાં અને પૃથ્વીમાં બધોય અધિકાર મને આપવામાં આવો છે.


ન્યા હુધી કે, દાઉદ રાજા જઈ પવિત્ર આત્માએ એને બોલવાનું સામર્થ્ય આપ્યુ, તો એણે કીધુ કે, “પરમેશ્વરે મારા પરભુને પોતાની પાહે માન અને અધિકારના પદમાં બેહવા હાટુ કીધુ હતું, જઈ કે, એણે એના બધા વેરીઓને પુરી રીતે એને આધીન કરી દીધા.”


જઈ પરભુ ઈસુ ચેલાઓને આ બધીય વાતો કરી દીધી, તો પરમેશ્વરે એને સ્વર્ગમા લય લીધો અને ઈ પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ બેહી ગયો.


કેમ કે, દાઉદે પોતે જ ગીતશાસ્ત્રમાં કીધું છે કે, “પરભુ પરમેશ્વરે મારા પરભુને કીધું કે, તુ મારી જમણી બાજુ બેહ.


જઈથી હું માણસનો દીકરો પરમેશ્વરને લોકોની વસે જણાવું છું, અને જઈથી હું એને માન આપું છું, એમ પરમેશ્વર પણ મને માન આપશે અને પરમેશ્વર આવું બોવ જલ્દીથી કરશે.


અને કેવા લાગ્યા કે, હે ગાલીલ પરદેશમા રેનારા માણસો તમે કેમ ઉભા રયને આભની હામે જોવ છો? આજ ઈસુ જેને પરમેશ્વરે જેવી રીતે તમારી પાહેથી સ્વર્ગમા ઉપાડી લીધો છે, એવી જ રીતે ઈ પાછો આયશે.


ઈસુને સ્વર્ગમા ઈ વખત લગી રેવું જરૂરી છે, જઈ પરમેશ્વર ઈ બધીય વસ્તુઓને નવી કરી દેય; જે એને બનાવી છે. જેના વિષે પરમેશ્વરે પવિત્ર આગમભાખીયાઓ દ્વારા કીધું છે.


કોય પણ આપડી નિંદા નથી કરી હકતો કેમ કે, આ ઈસુ મસીહ છે, જે આપડી હાટુ મરી ગયો અને મરેલામાંથી જીવતો ઉઠાડવામાં આવ્યો હતો, અને પરમેશ્વરનાં જમણા હાથે બેઠો છે અને જે આપડી તરફથી આપડી હાટુ વિનવણી કરે છે.


કેમ કે, હું પાકુ જાણુ છું કે, પરમેશ્વરનો જે પ્રેમ પરભુ ઈસુ મસીહમા છે એનાથી આપણને મોત, જીવન, સ્વર્ગદુત, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ,


પછી, જઈ મસીહ પરમેશ્વરને રાજ્ય હોપી દેહે, તઈ બધીય સત્તા, બધાય અધિકાર અને શક્તિઓનો નાશ કરશે, તઈ અંત આયશે.


આ એવુ છે કે, તમને પરમેશ્વરે મોતમાંથી જીવતો કરયો, જઈ એણે મસીહને મોતમાંથી જીવતો કરયો, ઈ હાટુ એની ઈચ્છા પુરી કરો જે સ્વર્ગમા પરમેશ્વર પાહે તમારી હાટુ છે, જ્યાં મસીહ પરમેશ્વરની જમણી બાજુ બેઠો છે જે બધાયથી માનવાળી જગ્યા છે.


પરમેશ્વરે કોયદી પોતાના સ્વર્ગદુતને એમ નથી કીધું કે, “હું તારા વેરીઓને તારા પગ નીસે મુકવાનું આસન નો બનાવું ન્યા હુધી; તું મારી જમણી બાજુ બેહીજા.”


દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.


એની પેલા કે, પરમેશ્વરે પોતાના પેલા જનમેલા દીકરાને જગતમાં મોકલો; આ કેય છે કે, “પરમેશ્વરનાં બધાય સ્વર્ગદુતો એનું ભજન કરે.”


પણ ઈસુ મસીહે પાપની હાટુ સદાય લાયક એવું એક જ બલિદાન આપીને પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થ્યો છે.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


કેમ કે, પરમેશ્વરનાં દીકરા ઈસુ મસીહ જે સ્વર્ગમાં ગયો છે, એવો મુખ્ય યાજક આપણને મળ્યો છે, ઈ હાટુ આપડે જે અપનાવ્યું છે એને મજબુતીથી પકડી રાખી.


ન્યા ઈસુ મસીહ આગેવાન થયને આપડી હાટુ ગયા છે, અને મેલ્ખીસેદેકના નિયમ પરમાણે ઈ સદાયની હાટુ એક પ્રમુખ યાજકની જેમ થયા છે.


હવે જે વાતો આપડે કય રયા છયી, એનાથી બધાયથી મોટી વાત ઈ છે, કે આપડી પાહે આવો પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં પરમેશ્વરની મહિમાવાન રાજગાદીની જમણી બાજુ બેઠો છે.


કેમ કે મસીહ હાથે બનાવેલા પવિત્ર જગ્યા કે, જે હાસાયનો નમૂનો છે એમા ગ્યા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, ઈ હાટુ કે ઈ હમણાં આપણી હાટુ પરમેશ્વરની હામે હાજર થાય.


Lean sinn:

Sanasan


Sanasan