Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 2:9 - કોલી નવો કરાર

9 તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 2:9
50 Iomraidhean Croise  

જે લોકો અંધકારમાં જીવતા હતાં, તેઓએ મોટુ અંજવાળું જોયું અને ઈ વિસ્તારમાં અને મોતની છાયામાં જેઓ બેઠેલા હતાં એની ઉપર અંજવાળું પરકાશું.


ઈ જ વખતે તમે તમારુ અજવાળું લોકોની આગળ એવુ અજવાળું થાવા દયો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જોયને સ્વર્ગમાંના તમારા બાપનું નમન કરે.


ઈ જે લોકો મોતની બીકમાં અને આત્મિક અંધારામાં રેય છે, તેઓની ઉપર અંજવાળું કરશે. ઈ આપણને દોરશે જેથી આપડે શાંતિથી રેહુ.


હું એના લાભ હાટુ, પોતાની જાતનું તને સમર્પણ કરું છું, જેથી ઈ પણ હાસથી પોતે જ તને સમર્પિત થય જાય.


તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


રાજા આગ્રીપાએ પાઉલને કીધું કે, “શું તુ થોડાક વખત હમજાવવાથી મને મસીહી બનાવવા માગે છે?”


ઈ હાટુ એણે ખાલી યહુદીઓને જ નય, પણ બિનયહુદીઓમાંથી હોતન ગમાડેલા છે.


જો કોય પરમેશ્વરનાં મંદિરનો નાશ કરે તો ઈ પણ પરમેશ્વર દ્વારા નાશ કરી નાખવામાં આયશે કેમ કે, પરમેશ્વરનું મંદિર પવિત્ર છે અને તમે પોતે જ ઈ મંદિર છો.


પરમેશ્વરની આત્મામાં પોતાના ધનરૂપી લોકોના છોડાવવાના સબંધમાં પરભુની મહિમાને અરથે આપણા વારસાની ખાતરી આપી છે.


એણે આપણને પોતાના વાલા દીકરા દ્વારા આશીર્વાદ મોફત આપ્યા છે. પરમેશ્વરે ઈ મહિમાવંત કૃપાની હાટુ આપણે એનુ ભજન કરી.


એને મંડળીમાં અને મસીહ ઈસુમાં મહિમા સદાયની હાટુ અનંત યુગે-યુગ હુધી રેય! આમીન.


એવી રીતે હું ઈ લક્ષ તરફ ધોડતો જાવ છું કે, જેથી ઈ ઈનામ મને મળે, ઈ હાટુ કે, મને મસીહ ઈસુમાં પરમેશ્વરનાં સ્વર્ગીય આમંત્રણના ઈનામ હાટુ બોલાવ્યો છે.


કેમ કે, અમને શેતાનની તાકાતથી છોડાવીને પરમેશ્વર પોતાના વાલા દીકરાના રાજ્ય લય આવ્યો છે.


કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


એણે આપણને એક રાજ્ય બનાવી દીધુ છે. અને પરમેશ્વર બાપ હાટુ યાજકો બનાવ્યાં. એની મહિમા અને અધિકાર સદાસર્વકાળ હાટુ રેય, આમીન.


આશીર્વાદિત અને પવિત્ર ઈ છે, જેને આ પેલી જ વારમા ફરીથી મરેલામાંથી જીવતા થયા છે, એવા ઉપર બીજા મોતનો કોય અધિકાર નથી, પણ ઈ પરમેશ્વર અને મસીહના યાજક હશે અને એની હારે હજાર વરહ હુધી રાજ્ય કરશે.


તમે એને એવા લોકો બનાવી દીધા છે જેની ઉપર અમારો પરમેશ્વર રાજ્ય કરે છે અને એની સેવા કરવા હાટુ એને યાજક બનાવી દીધા. ઈ પૃથ્વી ઉપર રાજ્ય કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan