Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 2:8 - કોલી નવો કરાર

8 અને વળી શાસ્ત્રમા એવુ હોતન લખેલુ છે કે, “આ પાણો લોકોને ઠેય ખાવાનું કારણ બનશે. આ એક ખડક છે, જે એના પડવાનું કારણ થાહે.” ઈ એવી રીતે પડે છે કેમ કે, તેઓ પરમેશ્વરનાં સંદેશાને માનવાની ના પાડે છે. પરમેશ્વરે એની હારે આવું થાવાની યોજના બનાવી છે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 2:8
16 Iomraidhean Croise  

શિમયોન તેઓને આશીર્વાદ દીધા, અને એની માં મરિયમને કીધું કે, “જો આ તો ઈઝરાયલ દેશના ઘણાય લોકોના વિનાશ અને તારણ હાટુ અને પરમેશ્વરની તરફથી એક નિશાની હાટુ મોકલવામાં આવ્યું છે, પણ ઘણાય લોકો એનો વિરોધ કરશે.


જો પરમેશ્વર પોતાનો કોપ અને પોતાનું સામર્થ્ય પરગટ કરવાની ઈચ્છા રાખીને નાશને લાયક વસ્તુનું કોપના ધણીએ ધીરજથી સહન કરયુ.


પણ આપડે વધસ્થંભ ઉપર જડાયેલા મસીહને પરગટ કરી છયી, જે યહુદીઓ હાટુ ઠોકરનું કારણ છે અને બિનયહુદીઓ હાટુ મુરખતા છે.


મરણ પામેલાઓ હારું અમે મરણની દુર્ગંધની જેમ અને જીવતાઓની હારું જીવનની દુર્ગંધની જેમ છયી તો આવા કામો હાટુ કોય પણ લાયક નથી.


હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો હું હજી હુંધી સુન્‍નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજી પણ મારી સતાવણી કેમ થાય છે? ઈ હાટુ થાય છે કે, વધસ્થંભનો મારો સંદેશો ઠોકરરૂપ નથી.


કેમ કે, પરમેશ્વરે આપડી ઉપર રિહ કરવા હાટુ નથી ગમાડયા, પણ આપડે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા તારણ પામવા હાટુ ગમાડવામાં આવ્યા છયી.


આ એવુ જ છે જેવું પરમેશ્વર શાસ્ત્રમા કેય છે, જોવો! મે એક કિંમતી પાણો ગમાડયો છે જે સિયોન શહેરના ઘરને મજબુત બનાવવા હાટુ ઉપયોગ કરવામા આવે છે. જે કોય પણ એની ઉપર ભરોસો કરે છે, ઈ શરમાહે નય.


પણ જે એની ઉપર વિશ્વાસ કરવાથી મનાય કરે છે ઈ કડીયા એની જેવા છે જેની વિષે શાસ્ત્ર વાત કરે છે “ઈ પાણો જે કડીયાઓએ નકારી દીધો હતો ઈ મકાનમાં બધાયથી મુખ્ય પાણો બની ગયો છે.”


આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.


કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.


Lean sinn:

Sanasan


Sanasan