Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 2:16 - કોલી નવો કરાર

16 તમારા હાટુ એવુ કોય નથી જે તમને ઈ કરવાથી રોકી હકે, જે તમે કરવા માગો છો કેમ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પેલાથી જ સ્વતંત્ર કરી દેવામાં આવ્યા છો. પણ ખરાબ કામ કરવા હાટુ એને એક બાનું નો બનાવો. પણ તમારે પોતાના કામોથી દેખાડવું જોયી કે, તમે હાસીન પરમેશ્વરનાં ચાકર છો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 2:16
15 Iomraidhean Croise  

ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, લોકોની હામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે એમા તમે પોતે બેહતા નથી, અને જેઓ અંદર ઘરવા ઈચ્છે છે તેઓને તમે અંદર ઘરવા દેતા નથી.


જો હું આવતો અને એને ઈ વાત કેતો, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે એની પાહે પોતાના પાપો હાટુ કોય બાનું નથી.


અને પરમેશ્વરે તમને પાપની તાકાતમાંથી છોડાવ્યા છે, તમે પરમેશ્વરનાં સેવક થય ગયા, જેથી ઈ કરો જે હાસુ છે.


પણ હવે પાપથી મુક્ત થયને અને પરમેશ્વરનાં સેવક બનીને હવે તમે એવા કામો કરો છો જે પવિત્રતાની બાજુ લય જાય છે, અને એનો અંત અનંતકાળનું જીવન મળે છે


કેમ કે, જે દાસની દશામાં પરભુમાં બોલવામાં આવ્યો છે, પરભુએ તમને પાપની તાકાતથી મુક્ત કરયો છે અને એમ જ જે આઝાદની દશામાં બોલાવવામાં આવ્યા છે, તેઓ મસીહના ગુલામ બને છે.


મસીહે આપણને મુસાના શાસ્ત્રથી આઝાદ કરયા છે. પાકુ કરો કે, તમે આઝાદ રયો. શાસ્ત્રનું પાલન કરવા હાટુ પોતાની જાતને ફરીથી ગુલામ બનવા દેતા નય.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.


તમારે પોતાના માલિકોની આજ્ઞા પાળવી જોયી, ખાલી તઈ જ નય જઈ ઈ તમને જોતા હોય કે ખાલી એને હારુ લગાડવા હાટુ, પણ તમે મસીહના ચાકરો છો, ઈ હાટુ તમારે પોતાના પુરા મનથી ઈ જ કરવુ જોયી, જે પરમેશ્વર ઈચ્છે છે કે, ઈ તમે કરો.


કેમ કે, તમે જાણો છો કે, તમને એના બદલે પરભુ ઈનામ આપશે, અને ઈ આશીર્વાદો માંથી તમારો ભાગ આપે, જે એણે પોતાના લોકોની હાટુ તૈયાર કરયુ છે. તમે પરભુ મસીહની સેવા કરો છો.


અને અમે કોયદી પણ ચાબોલ્યાની વાતો નથી કીધી, આ તમને ખબર છે, અને પુંજીની લાલસને હતાડવા હાટુ એવુ કાય કરતાં નોતા, જેની પરમેશ્વર સાક્ષી આપે છે કે, તેવા અમે નોતા.


પણ જે માણસ પરમેશ્વરનાં પુરેપુરા નિયમશાસ્ત્રનું ધ્યાનથી અભ્યાસ કરે છે ઈ લોકોને પાપથી મુક્ત કરે છે, ઈ માણસ હાંભળીને ભુલનારો નથી પણ પાલન કરે છે. એવો માણસ પરમેશ્વરનાં દરેક કામોમાં આશીર્વાદિત થાહે.


તમે ઈ લોકોની જેમ બોલો અને વ્યવહાર કરો જેનો ન્યાય નિયમ પરમાણે કરવામા આયશે, જે આપણને આઝાદ કરે છે.


તેઓ એને કેય છે કે એને જે હારું લાગે એવુ કરવા હાટુ ઈ સ્વતંત્ર છે પણ તમે પોતે ચાકર છો જેને આજ્ઞાનું પાલન કરવુ જોયી. જે કાય પણ એનુ ભુંડુ મગજ એને કરવા હાટુ બતાવે છે. પાક્કી રીતે માણસ એનો ગુલામ હોય છે જે વાત એને કાબૂમા કરે છે.


કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.


Lean sinn:

Sanasan


Sanasan